ફોર્બ્સની મોસ્ટ વેલ્યૂએબલ ટીમ સૂચિમાં રગ્બીનો દબદબો

ફોર્બ્સની મોસ્ટ વેલ્યૂએબલ ટીમ સૂચિમાં રગ્બીનો દબદબો
ટોચની 50 ટીમમાં એક પણ ક્રિકેટ ટીમ નહીં: પહેલા સ્થાને અમેરિકાની રગ્બી ટીમ ડલાસ કાઉબોય
નવી દિલ્હી તા.3: આર્થિક જગતના પ્રખ્યાત સામાયિક ફોર્બ્સ દ્રારા મોસ્ટ વેલ્યૂએબલ સ્પોર્ટસ ટીમની સૂચિ બહાર પાડવામાં આવી છે. જેમાં અમેરિકાની રગ્બી ટીમ ડલાસ કાઉબોય સતત પાંચ વર્ષે પહેલા સ્થાને છે. તેની બ્રાંડ વેલ્યૂ પ.પ બિલિયન ડોલર (લગભગ 41211 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. ફોર્બ્સની મોસ્ટ વેલ્યૂએબલ સ્પોર્ટસ ટીમ સૂચિમાં ટોપ ફાઇવમાં કોઇ ફૂટબોલ ટીમ નથી. સ્પેનની ફૂટબોલ કલબ રિયાલ મેડ્રિડ 31771 કરોડ રૂપિયાના મૂલ્ય સાથે છઠ્ઠા નંબર પર છે. જ્યારે લિયોનલ મેસ્સીની ટીમ બાર્સિલોનાની વેલ્યૂ 31121 કરોડ રૂપિયા આંકવામાં આવી છે અને 8માં નંબર પર છે.
ફોર્બ્સની યાદીમાં ક્રિકેટની કોઇ ટીમ ટોચની પ0 ટીમમાં નથી. 27 ટીમ રગ્બીની અને 9 ટીમ બાસ્કેટબોલની છે. ટોચની પાંચ ટીમમાં એનબીએની ત્રણ ટીમ છે. જ્યારે ડફ એન્ડ ફેલ્પ્સના સૂચિ (ફોર્બ્સની નહીં) અનુસાર મુંબઇ ઇન્ડિયન્સની બ્રાંડ વેલ્યૂ 2019માં 809 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. તે વર્ષે આઇપીએલની બ્રાંડ વેલ્યૂ 47પ00 કરોડ હતી. જોકે ફોર્બ્સની સૂચિમાં ક્રિકેટની કોઇ ટીમ સામેલ નથી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer