બબ્બે શાદી કરી હોવા છતાં કુંવારો હોવાનું જણાવી યુવતીને ફસાવી : બેફામ મારકૂટ કરી’તી
રાજકોટ, તા.1 : શહેરમાં થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં નોકરી કરતી હિન્દુ યુવતીને નોકરીની લાલચ આપી મુસ્લિમ શખસે ફસાવી દુષ્કર્મ આચર્યાની અને રૂ.19 લાખની રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધા હતી ત્યાં જ અમદાવાદથી રાજકોટ આવેલી અને અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી બબ્બે શાદી કરનાર મુસ્લિમ શખસે દુષ્કર્મ આચરી બેફામ મારકુટ કર્યાનો કિસ્સો પોલીસમાં નોંધાયો હતો. લવ જેહાદ જેવા કિસ્સા પ્રકાશમાં આવતા સમાજમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદ પરથી ગુનો નોંધી લગ્ને -લગ્ને કુંવારા મુસ્લિમ શખસને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદની વતની અને રાજકોટમાં અભ્યાસ અર્થે આવેલી યુવતી હોસ્ટેલ શોધતી હોય કોઈના મારફત પોપટપરામાં રહેતા રીઝવાન જુણેજા નામના મુસ્લિમ શખસનો મોબાઈલ પર સંપર્ક થયો હતો. બાદમાં બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો અને રીઝવાને રાજકોટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમ કરતો હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ રીઝવાન યુવતીને સરપદડ પાસેના ખીજડીયા ગામે રહેતી માતા પાસે મુકી ગયો હતો અને ત્રણ માસ સુધી રહી હતી. બાદમાં પોપટપરામાં આવેલા ગામેતી એપાર્ટમેન્ટમાં તેના ફલેટએ લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
દરમિયાન થોડા દિવસ પહેલા યુવતીને પોપટપરાનો રીઝવાન પરણેલો હોવાનું અને તેની બબ્બે શાદી થઈ ગઈ છે અને હાલમાં તેની પત્ની સગર્ભા હોઇ ડીલીવરી કરાવવા માવતરે ગઈ હોવાની જાણ થતા રીઝવાનને વાત કરી હતી અને રીઝવાન ઉશ્કેરાયો હતો અને ઝઘડો કર્યો હતો અને બાદમાં યુવતીને મારકુટ કરી હતી અને પટ્ટાથી માર માર્યે હતો. બાદમાં કંટાળી જઈ યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પોપટપરામાં ગામેતી એપાર્ટમેન્ટમાં રહેતા અને બાંધકામનું કામકાજ કરતા રીઝવાન હનીફ જુણેજા નામના મુસ્લિમ શખસ વિરુધ્ધ ગુનો નેંધી ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ
ધરી હતી.