બે દિવસમાં 2910 ફેરિયાનું ક્રીનીંગ, 11 કોરોનાગ્રસ્ત

બે દિવસમાં 2910 ફેરિયાનું ક્રીનીંગ, 11 કોરોનાગ્રસ્ત

શાકભાજીના ફેરિયાઓને ટેસ્ટ કરી કોરોના સંક્રમિત હોવાના પાસ આપવાનું શરૂ

રાજકોટ, તા.1: રાજકોટ શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સુપર પ્રેડરને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને આજે બીજા દિવસે છોટુનગર, રૈયાધાર અને કિટ્ટીપરા વિસ્તારમાં હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 1532 ફેરિયાઓનું ક્રાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટેમ્પરેચર, એસપીઓ ટૂ અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા 613 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 6 કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરાયા હતા અને બાકીના ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

છોટુનગરમાં કુલ 307 ફેરિયાઓનું ક્રીનીંગ કરાયા બાદ 151 ફેરિયાઓમાં સામાન્ય લક્ષણ જણાતા તેમના ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. કિટ્ટીપરામાં કુલ 223 ફેરિયાઓનું ક્રીનીંગ અને 109 ફેરિયાઓમાં સામાન્ય લક્ષણ જણાતા તેમના ટેસ્ટ કરાયા હતા, જે પૈકી 1 પોઝિટિવ આવ્યો હતો. જ્યારે રૈયાધારમાં કુલ 1002 ફેરિયાઓનું ક્રીનીંગ અને 353 ફેરિયાઓમાં સામાન્ય લક્ષણ જણાતા તેમના ટેસ્ટ કરાયા હતા જે પૈકી 4 કોરોના પોઝિટિવ નોંધાયા હતા.

છેલ્લા બે દિવસમાં આરોગ્ય અને અન્ય શાખાના અધિકારી-કર્મચારીઓ દ્વારા કુલ 2910 ફેરીયાઓનું ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 11 પોઝિટિવ કેસ શોધી તેઓના માધ્યમથી સંભવિત રીતે થનારા કોરોના વાઇરસના પ્રસારને અટકાવી

શકાયો છે.

ઉલ્લેખનીય છે કે, છોટુનગરના ફેરિયાઓ શાકભાજીના ફેરીયા તેમજ ભંગાર-પસ્તીના વ્યવસાયમાં વધુ કાર્યરત છે. લોકો મોટા વિસ્તારમાં ફેરી કરે છે. તંત્ર દ્વારા સુપર સ્પ્રેડરને શોધવા જે કવાયત હાથ ધરાઈ તેની સરાહના થઇ રહી છે. લોકોમાં પણ રાહતની લાગણી ફેલાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer