બોલિવૂડના જાણીતા કોશ્ચયુમ ડિઝાઇનર લીના દરૂની વિદાય

બોલિવૂડના જાણીતા કોશ્ચયુમ ડિઝાઇનર લીના દરૂની વિદાય
મુંબઇ, તા.1 : 400થી વધુ ફિલ્મોમાં અનેક હિરોઇનો માટે ડ્રેસ ડિઝાઇન  કરનાર ગુજરાતના ગૌરવ સમા લીના દરૂ (81) નાની માંદગી બાદ અવસાન પામ્યા છે. 40થી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે આશા પારેખ, હેમામાલીની, રેખા, શ્રીદેવી, માધુરી, ઝીનત અમાન, પરવીન બાબી, મૌશમી ચેટરજી, નીતુ સિંઘથી લઇને કરિશ્મા કપૂર સુધીની અનેક ટોચની અભિનેત્રીઓના ડ્રેસ - ડિઝાઇન કરેલા. જે જે સ્કૂલ ઓફ આર્ટસમાં ભણેલા લીનાબેન શરૂઆતમાં આશા પારેખ સાથે અનેક નૃત્ય નાટિકામાં સામેલ હતા અને પછી આશા પારેખની જ ફિલ્મ આયે દિન બહાર કે થી કારકીર્દીની શરૂઆત કરેલી. ઉત્સવ, ઉમરાવ જાન, ચાંદની, તેઝાબ જેવી અનેક ફિલ્મો માટે આજે પણ તેમને યાદ કરાય છે એમને લમ્હે ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. જાણીતા કલા નિર્દેશક પરેશ દરૂ (છેલ-પરેશ)ના પત્ની હોવાને લીધે છેલ્લે સુધી ગુજરાતી રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer