પંજાબ: લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 80 થયો, વધુ બેની ધરપકડ

પંજાબ: લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 80 થયો, વધુ બેની ધરપકડ
ચંદીગઢ, તા. 1 : પંજાબમાં ગઈકાલે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 80 થયો હતો જ્યારે નશીલા દ્રવ્યના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા બે શખ્સની અમૃતસર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બુધવારથી ઝેરી શરાબને કારણે રાજ્યના બટાલા, અમૃતસર સહિતના જિલ્લામાં મૃત્યુ નોંધાયાં હતાં. આઈજી એસ.પી.એસ. પરમારે જણાવ્યું હતું કે બનાવની તપાસ દરમ્યાન બે શખ્સને ઝડપવામાં આવ્યા હતા અને દરોડાઓનો દોર હજુ પણ જારી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer