સૌરાષ્ટ્રમાં બીજા દી’એ રેકર્ડ બ્રેક 345 કેસ, 19 મૃત્યુ

સૌરાષ્ટ્રમાં બીજા દી’એ રેકર્ડ બ્રેક 345 કેસ, 19 મૃત્યુ
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.1 : સૌરાષ્ટ્રમાં દિનપ્રતિ દિન કોરોના વાયરસનું સંક્રમણ વધતુ જાય છે અને તેની સાથે મૃત્યુઆંક પણ નવી સપાટીએ પહોંચી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં રેકર્ડબ્રેક કેસ નોંધાયા બાદ આજે પણ આ ગતિ અવિરત ચાલુ રહી હતી અને અગીયારેય જિલ્લામાંથી નવા 345 કેસ સાથે 19 મૃત્યુ નોંધાયા હતા. જેમાં રાજકોટ શહેરમાં 57 અને ગ્રામ્યમાં 32 અને અન્ય જિલ્લાના 6 મળીને જિલ્લામાં નવા 89 કેસ સામે આવ્યા હતા અને શહેર-ગ્રામ્યના 3-3 અને અન્ય જિલ્લાના 2 મળીને કોરોનાના કુલ આઠ દરદીએ રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ ઉપરાંત ભાવનગરમાં 44 નવા કેસ અને 44 દરદી સાજા થયા હતા. જ્યારે જામનગરમાં 38 નવા કેસ નોંધાયા હતા અને 3 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. મોરબીમાં 16 નવા કેસ અને એક મૃત્યુ નિપજ્યુ હતુ. ગિર સોમનાથમાં 37 નવા કેસ સાથે 3 દરદીના મૃત્યુ નોંધાયા હતા. જ્યારે જૂનાગઢમાં કોર્પોરેટર સહિત 42ને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને જિલ્લાના ચાર દરદીના મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 29, પોરબંદરમાં 17, બોટાદમાં 12, અમરેલીમાં 11, દ્વારકામાં 6 નવા કેસ
નોંધાયા હતા.
રાજકોટ શહેરમાં ગઈકાલ સાંજે પાંચથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 44 અને સાંજે 5 વાગ્યા સુધીમાં 13 સહિત ચોવિસ કલાકમાં નવા 57 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 1228 પર પહોચ્યો હતો. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય પંથકમાંથી નવા 32 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ ધોરાજી શહેરમાંથી જ 9 કેસ નોંધાતા તાલુકાનો કુલ આંક 142 થયો છે. જ્યારે કોટડા પીઠાની બાજુના વાવડા ગામે 60 વર્ષીય પ્રૌઢાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ રાજકોટમાં આજે શહેરના 3, ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના બે મળીને કુલ આઠ દરદીના મૃત્યુ નિપજ્યા હતા. બીજી બાજુ આજે રાજકોટ શહેરના 11, ગ્રામ્યના 15 અને અન્ય જિલ્લાના 9 મળીને વધુ 35 દરદી સાજા થયા હતા. આ સાથે રાજકોટ જિલ્લાનો કુલ પોઝિટિવ આંક 1900ને પર 1908 થયો હતો. જેમાંથી હાલ શહેરના 285 અને તાલુકા-ગ્રામ્યના 124 મળીને જિલ્લાના કુલ 409 દરદી સારવારમાં છે.
ભાવનગર જિલ્લામાં 44 નવા કેસ સાથે કુલ સંખ્યા 1,447 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 11 પુરૂષ અને 5 સ્ત્રી મળી કુલ 16 કેસ જ્યારે ભાવનગર તાલુકાના અધેવાડા ગામે 1, ભુંભલી ગામે 1, પાલિતાણાના રંડોળા ગામે 1, રતનપર ગામે 1, ગારિયાધારમાં 3, સિહોરના આંબલા ગામે 3, બોરડી ગામે 1, સિહોરમાં 1, તળાજામાં 3, બેલડા ગામે 1, ટાઢાવડ ગામે 1, કુંઢેલી ગામે 1, ભેગડી ગામે 1, દાઠા ગામે 1, નવી કામરોલ ગામે 1, પ્રતાપરા ગામે 1, ઉમરાળાના દેવળીયા ગામે 3, ઉમરાળામાં 1, ધોળા ગામે 1 તથા વલભીપુરમાં 1 કેસ મળી કુલ 28 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 15 અને તાલુકાઓના 29 એમ કુલ 44 દર્દી કોરોનામુક્ત થયા હતા. જિલ્લામા નોંધાયેલા 1,447 કેસ પૈકી હાલ 447 દર્દીઓ સારવાર હેઠળ છે.
ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં આજે પ્રથમ વખત એકસાથે 30 કેસો આવ્યા હતા. જ્યારે જિલ્લાના સુત્રાપાડામાંથી 2, કોડીનારમાંથી 2 અને ઉનામાંથી 3 મળી કુલ 37 પોઝીટીવ કેસો આવ્યા હતા. તેમજ વેરાવળના 52 વર્ષીય મહિલા, 20 વર્ષીય યુવતિ અને ઉનાના 45 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન શંકાસ્પદ મૃત્યુ નિપજ્યુ હતુ. બીજી તરફ જિલ્લામાં કોરોનાની સારવાર હેઠળના 35 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવી હતી. તાલાલા ગીરમાં ચાર કેસ નોંધાયા હતા. જેમાં શહેરની ખાનગી હોસ્પિટલના તબીબ, સરકારી હોસ્પિટલના નર્સ તેમજ અન્ય બે વ્યક્તિનો સમાવેશ થાય છે.
જામનગર શહેરમાં નાનકપુરી, શંકરટેકરી, 58-દિગ્વિજય પ્લોટ, 58-દિગ્વિજય પ્લોટ, શંકરટેકરી, ખંભાળિયા નાકા બહાર, પવનચકકી, મોમાઈનગર, 8-પટેલ કોલોની, હર્ષદ મીલની ચાલી, હોટલ પ્રેસિડન્ટ પાસે, વાલકેશ્વરીનગરી, સાધના કોલોની, હરિયા કોલેજ પાસે, ખડખડનગર, અમર ટુલ્સવાળી શેરી, મેડીકલ કેમ્પસ, ડી.કે.વી.કોલેજ સામે, નવાગામ ઘેડ, મેડીકલ કેમ્પસ સહિતના વિસ્તારમાંથી 35 તેમજ જિલ્લામાં  મેઘપર, ધ્રોલ અને સડોદરમાં એક-એક સહિત જિલ્લામાં નવા 38 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજમલ કરમશી ચુડાસમા (ઉ.44), સાવિત્રીબેન લાલવાણી (ઉ.65) અને નરેન્દ્રભાઈ ભૂત (ઉ.68)ના મૃત્યુ નિપજ્યા હતા.
મોરબી જિલ્લામાં નવા નોંધાયેલા 16 કેસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 13 તેમજ વાંકાનેરમાંથી 2 અને વજેપરમાં એક કેસનો સમાવેશ થાય છે. જ્યારે વજેપરના આજે કોરોના પોઝિટિવ આવેલા દરદીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 357 અને મૃત્યુઆંક 22 પર પહોચ્યો હતો અને હાલ 142 દરદી સારવારમાં છે.
જૂનાગઢ જિલ્લામાં આજે નવા 42 કેસ અને ચાર દરદીના મૃત્યુ નિપજ્યા હતા. આજે નોંધાયેલા નવા કેસમાં શહેરના શક્તિનગર વિસ્તારમાં રહેતા વોર્ડ નં.6ના કોર્પોરેટર ગોપાલભાઇ ભાણજીભાઇ રાખોલીયાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સહિત શહેરમાં 32 કેસ સાથે કુલ આંક 527 થયો છે. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 7, માંગરોળ, વંથલી અને કેશોદમાં એક-એક દરદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ જૂનાગઢ શહેરના બે અને ગ્રામ્ય વિસ્તાર અને માણાવદરમાં 1-1 મળીને જિલ્લામાં ચાર દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. જિલ્લામાં કુલ કેસનો આંક 904 પર પહોચ્યો હતો.
ચોટીલા શહેરમાં બે સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 29 નવા કેસ નોંધાયા હતા. જ્યારે પોરબંદર શહેર જિલ્લામાં 17 કેસ નોંધાયા હતા. બોટાદ શહેરમાં 11 અને ગઢડામાં એક મળીને જિલ્લામાં નવા 12 કેસ તો અમરેલી શહેરમાં બે તેમજ બગસરા, જાફરાબાદ, કુંકાવાવ, દામનગર, જસવંતગઢ સહિતના તાલુકા અને ગ્રામ્યમાંથી 9 મળીને જિલ્લામાં નવા 11 કેસ નોંધાયા હતા. જ્યારે દેભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ 6 કેસ નોંધાયા હતા. જેમાં ભાણવડ તાલુકાના ગુંદા ગામે 4 અને બે દ્વારકા તાલુકામાં હતા.     
-------------
 
મંત્રી બાવળિયા થયા હોમ ક્વોરન્ટાઈન
જસદણ : રાજ્યના પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ત્રણ દિવસ પહેલા જ બેઠક હતી. દરમિયાન આજે ફાલ્ગુબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી કુંવરજીભાઇ હાલ જસદણના અમરાપુરમાં સેલ્ફ હોમ ક્વોરન્ટાઈન થયા છે. આ સાથે બેઠકમાં હાજર અન્ય ત્રણ વ્યક્તિ પણ હોમ ક્વોરન્ટાઈન થયા હતા. ઉલ્લેખનિય છે કે, કુંવરજીભાઇ ગઢડા ચૂંટણીના ઈન્ચાર્જ પણ છે, પરંતુ હાલ તેઓનો ગઢડાનો પ્રવાસ પણ રદ કરાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer