તરઘડી ગામે રૂ.પ.84 લાખના દારૂ સાથે ચાર શખસ ઝડપાયા

તરઘડી ગામે રૂ.પ.84 લાખના દારૂ સાથે ચાર શખસ ઝડપાયા
રાજકોટ, તા.1 : પડધરીના તરઘડી ગામે રાધે કાઠિયાવાડી હોટલ પાછળ કારખાનામાં વિસ્તારમાં મૂળ રાજસ્થાન પંથકના કમલેશકુમાર ગુર્જર નામના પરપ્રાંતીય શખસે કારખાનામાં દારૂનો જથ્થો ઉતાર્યે હોવાની બાતમીના આધારે પડધરી પોલીસે દરોડો પાડયો. પોલીસે કારખાનામાંથી રૂ.પ.84 લાખની કિંમતની 1641 દારૂની બોટલનો જથ્થો ઝડપી લીધો હતો.
પોલીસે મૂળ રાજસ્થાન પંથકના અને હાલમાં રાજકોટ ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે વર્ધમાન નગરમાં વસંતવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા પપ્પુ રમેશ ગુર્જર, ખજુરામ પ્રસાદરામ ગુર્જર, મુકેશકુમાર માલારામ ગુર્જર અને રાજેન્દ્રપ્રસાદ રામેશ્વરલાલ ગુર્જરને ઝડપી લીધા હતા. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથધરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer