મોરબીમાં બાઈક પાર્ક કરવાના ડખામાં યુવાનની છરી ઝીંકી હત્યા

મોરબીમાં બાઈક પાર્ક કરવાના ડખામાં યુવાનની છરી ઝીંકી હત્યા
હત્યારા શખસની ધરપકડ
મોરબી, તા.1 : મોરબીમાં બાઈક પાર્ક કરવાની બાબતમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. દરમિયાન પોલીસે રાજપર ચોકડી પાસેથી હત્યારાને ઝડપી લઈ વધુ તપાસ હાથધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મોરબીની ઘાંચી શેરીમાં રહેતા અનીશ રફીક પીઠડિયા નામના યુવાનને ઘર પાસે બાઈક પાર્ક કરવાના મામલે જાબીર સીદીક પીલુડિયા નામના શખસ સાથે માથાકૂટ થતા જાબીર ઉશ્કેરાયો હતો અને અનીશ પીઠડિયાને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટયો હતો. આ બનાવના પગલે પોલીસે નાકાબંધી કરાવી હતી અને રાજપર ચોકડી પાસેથી હત્યા જાબીર પીલુડિયાને ઝડપી લીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નેંધી વધુ તપાસ હાથધરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer