ઓખામાં માસુમ બાળકી સાથે પાલક પિતાએ આચર્યું દુષ્કર્મ

ઓખામાં માસુમ બાળકી સાથે પાલક પિતાએ આચર્યું દુષ્કર્મ
નરાધમની શોધખોળ
ખંભાળીયા, તા.1 : દ્વારકાના ઓખામાં પરપ્રાંતીય મહિલાની માસુમ બાળકી સાથે પાલક પિતાએ દુષ્કર્મ આચરી મારકૂટ કરી અને બ્લેડથી ઈજા પહોચાડી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નરાધમ પાલક પિતા સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. આ બનાવ અંગેની વિગત એવી છે કે, ઓખા મંડળમાં રહેતી અને ભિક્ષાવૃતિ કરી પરિવારનું ગુજરાન ચલાવતી પરપ્રાંતીય મહિલાની આઠ વર્ષની માસુમ બાળકીના પાલક પિતા બનેલા ઓખાના રેલવે સ્ટેશન સામે રહેતા મૂળ પાટણના ચાણસમાં ગામના વિનોદ પ્રેમજી તપોવન નામના શખસે માસુમ પુત્રીને ઓખા ગોડાઉન સામે જૂના ખાલી પડતર મકાનમાં લઈ ગયો હતો અને માસુમ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતુ અને બાદમાં લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને બ્લેડથી ગુપ્ત ભાગે ઈજા કરી ધાક ધમકી આપી નાસી છૂટયો હતો.
આ મામલે માસુમ બાળકીએ તેની માતાને જાણ કરતા મામલો પોલીસમાં પહોચ્યો હતો. ઓખા મરીન પોલીસે નરાધમ પાલક પિતા વિનોદ પ્રેમજી તપોવન સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer