ઈંગ્લેન્ડના સ્ટેડિયમમાં સીમિત પ્રેક્ષકોને પ્રવેશની યોજના રદ

ઈંગ્લેન્ડના સ્ટેડિયમમાં સીમિત પ્રેક્ષકોને પ્રવેશની યોજના રદ
વડાપ્રધાન બોરિસ જોનસને કોરોનાના કેસને ધ્યાને લઈને કર્યો નિર્ણય
લંડન, તા.1 : કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે ઈંગ્લેન્ડમાં દર્શકોને ખેલ સ્પર્ધાઓમાં સ્ટેડિયમમાં જવાની અનુમતિ મળશે નહીં અને સરકારે 15 ઓગષ્ટ સુધીમાં સ્ટેડિયમોને સીમિત સ્તરે ખોલવાની યોજના પણ ટાળી દીધી છે. હકીકતમાં સરકારે અમુક સ્ટેડિયમમાં પ્રશંસકોના નાના સમૂહને ઘોડાની રેસ, ક્રિકેટ અને સ્નૂકર માટે જવાની મંજૂરી આપી હતી પણ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને આ નિર્ણયને રોકી દીધો હતો. વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું હતું કે, ખેલ ટૂર્નામેન્ટોમાં દર્શકોને પ્રવેશની મંજૂરી રહેશે નહી. કોરોના વાયરસના વધી રહેલા મામલાને લઈને ઉત્તરી ઈંગ્લેન્ડમાં અને ગ્રેટર માન્ચેસ્ટરમાં સરકારે શુક્રવારે પ્રતિબંધો વધારી દીધા હતા. જોનસનના કહેવા પ્રમાણે 15 ઓગષ્ટ સુધી સંપર્ક ધરાવતી તમામ સેવાઓ બંધ રહેવી જોઈએ. ઈનડોર પ્રદર્શન ફરીથી શરૂ થશે નહીં. ખેલ સ્થળો અને સંમેલન કેન્દ્રોમાં મોટા સમારોહ થશે નહીં અને લગ્ન, રિસેપ્શનમાં 30 લોકોથી વધુની હાજરીને મંજૂરી રહેશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer