આફ્રિકામાં ફૂટબોલની વાપસીમાં કોરોનાની ખલેલ

આફ્રિકામાં ફૂટબોલની વાપસીમાં કોરોનાની ખલેલ
ઝામ્બિયાની શીર્ષ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા 50 ખેલાડીઓ, સહયોગીઓને સંક્રમણ
કેપટાઉન, તા. 1 : આફ્રીકન દેશ ઝામ્બિયાની શીર્ષ ઘરેલુ ફૂટબોલ પ્રતિયોગિતા સાથે જોડાયેલા 50 ખેલાડીઓ અને સહયોગી સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા બાદ લીગ શરૂ થયાના બે અઠવાડીયા બાદ રોકવી પડશે. ઝામ્બિયા ફૂટબોલ સંઘે કહ્યું હતું કે, ટીમો કોરોના વાયરસના પ્રસારને રોકવાના ઉપાયો યોગ્ય રીતે લાગુ કરવામાં વિફળ રહી છે જેના કારણે વાયરસ ફેલાયો છે.  18 જુલાઈથી શરૂ થયેલી લીગનું સત્ર 6 ઓગષ્ટના રોજ સમાપ્ત થઈ જશે. આ ઘોષણા બાદ આફ્રિકાના અન્ય દેશોમાં લીગ ટૂર્નામેન્ટ શરૂ થવા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. આફ્રીકાના મોટાભાગના હિસ્સામાં કોરોના વાયરસ મહામારી સંક્રમણ શરૂઆતી તબક્કામાં છે. તેવામાં પહેલાથી જ અવ્યવસ્થિત અને આર્થિક તંગીનો સામનો કરી રહેલા ફૂટબોલ સંઘો માટે સેંકડો ખેલાડીઓ અને અધિકારીઓમાં વાયરસથી તપાસ કરવી પડકારરૂપ બની રહેશે. ઝામ્બિયા ખેલને ફરીથી શરૂ કરનારો દક્ષિણ આફ્રિકાનો પહેલો દેશ હતો. ઉત્તરી આફ્રિકામાં મોરક્કોએ ખેલ શરૂ કર્યો હતો. જ્યારે ઈજીપ્ત તૈયારી કરી
રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer