પોતાનું શીર્ષ ફોર્મ ગુમાવી ચૂક્યો છે ધોની

પોતાનું શીર્ષ ફોર્મ ગુમાવી ચૂક્યો છે ધોની
પૂર્વ પસંદગીકર્તા રોઝર બિન્નીના મતે હવે ધોનીમાં પહેલા જેવી ફિટનેસ નથી રહી
નવી દિલ્હી, તા. 1 : પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રોઝર બિન્નીના કહેવા પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોનીએ હવે પોતાની ફિટનેસ ગુમાવી દીધી છે અને હવે પહેલાની જેમ પ્રભાવી ખેલાડી રહ્યો નથી. 1983ની વિશ્વકપ ટીમનો હિસ્સો રહેલા બિન્નીના કહેવા પ્રમાણે ધોનીએ હવે યુવા ખેલાડીઓને આગળ આવવા દેવા જોઈએ. ટીમ  ઈન્ડિયાના પસંદગીકર્તા રહી ચૂકેલા રોઝર બિન્નીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ગત અમુક સિઝનમાં ધોનીને જોયા બાદ લાગી રહ્યું છે કે ધોનીમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટર અને પોતાની શક્તિ અને દિમાગના દમ ઉપર મેચ પલટવાની ક્ષમતા હવે ભૂતકાળ બની ચૂકી છે. જો કે બિન્નીએ કહ્યું હતું કે, ધોનીએ હંમેશા સીનિયર ખેલાડીઓ અને સ્ટાફનું સન્માન કર્યુ છે. ધોની શાંત સ્વભાવની વ્યક્તિ છે અને તેનામાં ખેલાડીઓ માટે સન્માન અને સમય હંમેશા રહે છે. ધોની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer