કલેક્ટર કચેરીમાં વધુ એક કર્મચારીને કોરોના

કલેક્ટર કચેરીમાં વધુ એક કર્મચારીને કોરોના

10 કર્મી હોમ ક્વોરન્ટાઈન, સેવા સદનનો આયોજન મંડળ વિભાગ બંધ

રાજકોટ, તા.31 : કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે રાજકોટ કલેક્ટર કચેરીમાં પણ સંક્રમણ શરૂ થઈ ગયું છે. થોડા દિવસ અગાઉ બે દિવસમાં સાત કર્મચારી કોરોના ગ્રસ્ત આવ્યા બાદ આજે વધુ એક કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સાથે જિલ્લા સેવા સદનનો વધુ એક વિભાગ બંધ થયો છે.

કલેક્ટર કચેરીના ત્રીજા માળે બેસતી જિલ્લા આયોજન મંડળ વિભાગના સેવક બુંદેલાનો કોરોના રિપોર્ટ ગઈકાલે મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હતો. બુંદેલાને તાત્કાલીક સિવિલના આઈસોલેશન વોર્ડમાં આઈસીયુ હેઠળ રાખવામાં આવ્યા છે. વિભાગના ડેપ્યુટી કલેક્ટર તીથવાણી સહિત કુલ 10 કર્મચારીને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરી દેવાતા વિભાગ પણ બંધ થયો છે. ત્રીજા માળે આખી બ્રાંચ સેનેટાઈઝ કરવામાં આવી હતી. જે સેવક પોઝિટિવ આવ્યા છે તે બીજા ડિપાર્ટમેન્ટમાં પટ્ટાવાળા હતા અને નિવૃત્ત થયા બાદ બ્રાંચમાં ફરજ બજાવતા હતા. અગાઉ જી-સ્વાન, પીઆરઓ અને બીનખેતી શાખા પણ બંધ કરવામાં આવી હતી. સાથે કલેક્ટર કચેરીની ચોથી બ્રાંચ બંધ કરવાની નોબત આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કલેક્ટર કચેરીમાં પાંચ કેસ આવવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓ મળીને 25નો સ્ટાફ હોમ ક્વોરન્ટાઈનમાં છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer