ગુજરાતમાં પહેલા કરતા બીજા અનલોકમાં કોરોના કેસ 80% વધ્યા

ગુજરાતમાં પહેલા કરતા બીજા અનલોકમાં કોરોના કેસ 80% વધ્યા
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 65,000ને પાર: આજથી અનલોક-3
અમદાવાદ, તા.31: ગુજરાત સહિત દેશભરમાં અનલોક-2નો આજે અંતિમ દિવસ હતો. તા.1 લી ઓગસ્ટથી અનલોક-3 નો પ્રારંભ થશે. ગુજરાતમાં અનલકો-1 માં માત્ર 16380 કેસ કોરોના સંક્રમિતના સામે આવ્યાં હતાં. જેની સામે અનલોક-2 માં 28699 કોરોના સંક્રમિતના કેસ નોંધાવા પામ્યાં છે. અર્થાત ગુજરાતમાં અનલોક-1 કરતા અનલોક-2  80% વધારે કેસ નોંધાવા પામ્યા છે.
રાજ્યમાં વિતેલા 24 કલાક દરમિયાન કુલ 1153 કેસ સામે આવ્યા છે. જેને લઇને અનલોક-2 ના અંતિમ દિવસે ગુજરાતમાં કુલ 61,442 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 23 કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યાં છે. જેને આ સાથે કુલ મૃતાંક 2441 પહોંચ્યો  છે. છેલ્લા 24 કલાક દરમિયાન 833 કોરોના સંક્રમિતના દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થવા કોરોના ડીસચાર્જ દર્દીઓનો આંક 44977 થયો છે. બીજી બાજુ ગુજરાતમાં હાલ 14090 એક્ટિવ કેસ છે જેમાંથી 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા કુલ 1153 કોરોના સંક્રમિતના કેસોમાંથી 572 શહેરોમાં અને 576 ગ્રામ્ય વિસ્તાર સહિત 5 અન્ય રાજ્યના કેસ છે. આજે સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે. જેમાં સુરતમાં 284, અમદાવાદમાં 176, વડોદરામાં 94, રાજકોટમાં 79, ભાવનગરમાં 47, જામનગરમાં 42, ગાંધીનગરમાં 40 જ્યારે જૂનાગઢમાં 20 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણામાં 40, સુરેન્દ્રનગરમાં 36, મોરબીમાં 29, અમરેલીમાં 26, વલસાડમાં 26, ભરૂચ અને પંચમહાલમાં 21-21, કચ્છમાં 20, ગીર સોમનાથ, નવસારીમાં 16-16, બનાસકાંઠા, દાહોદ અને ખેડામાં 14-14, જામનગર, નર્મદા અને પોરબંદરમાં 9-9, બોટાદમાં 4, અરવલ્લીમાં 2 કેસ નોંધાવા પામ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,64,777 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમામ જિલ્લામાં થઇને કુલ 4,83,569 વ્યક્તિઓને કવોરોન્ટાઇન  કરવામાં આવ્યા છે. જેમાંથી 4,81,830 હોમ કવોરોન્ટાઇન અને 1739 વ્યક્તિઓ ફેસીલીટી કરોરોન્ટાઇન હેઠળ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer