વીજ બિલમાં રાહત આપવા માગ

વીજ બિલમાં રાહત આપવા માગ

કોરોનાના કપરા કાળમાં લોકો અસહ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ત્રણ મહિનાના વીજ બિલમાં રાહત આપવામાં આવે તેમજ શહેર અને જિલ્લામાં પ્રજાને તોતિંગ વીજ બિલ આવી રહ્યા છે, એકસાથે ત્રણ-ચાર મહિનાના બિલ આવી રહ્યા છે. લોકડાઉનને કારણે સદંતર બંધ હોય તેવી ઓફિસ-દુકાનોના મસમોટા બિલ આવવાથી મુશ્કેલી થઈ રહી છે. જેનો વિરોધ કરી વીજ બિલમાં રાહત આપવાની માગ સાથે યુથ કોંગ્રેસે વીજ કચેરીએ આવેદન પાઠવ્યું હતું. (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer