રાજકોટની યુવતીને ફેસબૂક દ્વારા ફસાવીને દુષ્કર્મ આચરવા અંગે જામનગરનો શખસ પકડાયો

રાજકોટની યુવતીને ફેસબૂક દ્વારા ફસાવીને દુષ્કર્મ આચરવા અંગે જામનગરનો શખસ પકડાયો

પ્રથમ લગ્ન અને બીજા લગ્ન ચાલુ હોવાની વાત છૂપાવીને યુવતી સાથે લગ્ન કરીને દુષ્કર્મ આચર્યુ’તું: અગાઉ મદદગારી કરનાર ત્રણ શખસ પકડાયાં’તાં

રાજકોટ, તા. 13: અહીની એક યુવતી સાથે  ફેસબૂકના માધ્યમથી પરીચય કેળવીને પ્રથમ લગ્ન અને બીજા લગ્ન ચાલુ હોવાની વાત છુપાવીને લગ્ન કરીને દુષ્કર્મ આચરવાના આરોપસર મૂળ ઉપલેટાના લીલાખાના વતની અને હાલ જામનગર ખંભાળિયા રોડ પર દેવપાર્ક સોસાયટીમાં રહેતાં જયદીપ દેવાયતભાઇ ડવ નામના શખસને પાંચ માસના અંતે પોલીસે પકડી પાડયો હતો.

પાંચ માસ પહેલા તા. 8-2ના રોજ એક યુવતીએ એવી ફરિયાદ કરી હતી કે, તેનો પરીચય ફેસબુક માધ્યમથી જામનગરના જયદીપ ડવ નામના યુવાન સાથે થયો હતો. ઓળખાણ બાદ જયદીપ સાથે  તેણે લગ્ન કર્યા  હતાં પણ જયદીપ ડવે પ્રથમ પત્નીને છુટાછેડા આપી દીધા છે. બીજી પત્ની સાથે લગ્ન જીવન ચાલુ છે તે વાત છુપાવી હતી. બાદમાં તેને જયદીપના પ્રથમ અને બીજા લગ્નની જાણ થઇ હતી. રીતે જયદીપે તે પરિણીત હોવા છતાં તે વાત છુપાવીને તેની સાથે લગ્ન કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં જયદીપે તેને મારકૂટ કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું અને તેના મિત્રોએ તેને મદદગારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. પરંતુ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આથી યુવતીએ પોલીસ કમિશનર વગેરેને લેખીત રજૂઆત કરી હતી. તેના પગલે તા. 12-3ના રોજ યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્સ. આર.એસ.  ઠાકર અને તેમના મદદનીશોએ જામનગરના અજય પરબતભાઇ ભાદરકા, માણાવદરના ભાલેચડા ગામના દર્શક વિનોદભાઇ ધ્રાંગા અને  જામનગર અનિલ રાણાભાઇ બંધિયાની ધરપકડ કરી હતી. પણ મુખ્ય આરોપી જયદીપ ડવ હાથમાં આવતો હતો. દરમિયાન જયદીપ રાજકોટના દોઢસો ફૂટના રીંગ રોડ પરની સ્ટર્લીંગ હોસ્પિટલ પાસેથી પસાર થવાનો હોવાની ચોકકસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના ઇન્સ. એચ.એમ. ગઢવી, ઇન્સ. ઠાકર, સબ ઇન્સ. મોરી અને તેમના મદદનીશો ધર્મેશ, બળભદ્રસિંહ વગેરેએ વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer