સોરઠમાં રેકોર્ડબ્રેક 48 સહિત 10 જિલ્લામાં નવા 207 કેસ

સોરઠમાં રેકોર્ડબ્રેક 48 સહિત 10 જિલ્લામાં નવા 207 કેસ
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.13 : કોરોના મહામારીનો કોહરામ અવિરત ચાલુ રહેતા સૌરાષ્ટ્રમાં સોમવારે 10 જિલ્લામાં 207 નવા કેસ અને 9 મૃત્યુ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 48 કેસ આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયા હતા. જ્યારે ભાવનગરમાં 40, રાજકોટમાં 33, અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, જામનગરમાં 11, મોરબીમાં 10, ગીર સોમનાથમાં 7, બોટાદમાં 2 અને પોરબંદરમાં 1 નવો કેસ નોંધાયો હતો.
જૂનાગઢમાં કોરોનાએ વિસ્ફોટ સર્જયો હોય તેમ આજે શહેરમાં 13 સહિત જિલ્લામાં 48 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢમાં એફ.એમ. ટાવરના 45 વર્ષીય પુરૂષ, આંબેડકરની 30 વર્ષીય મહિલા, સરગવાડાના 45 વર્ષીય પુરૂષ, ખામધ્રોળની 42 વર્ષીય મહિલા, સંજયનગરની 25 વર્ષીય મહિલા, લક્ષ્મીનગરની 19 વર્ષીય યુવતી અને 10 વર્ષનો બાળક, નંદનવન સોસાયટીનો 42 વર્ષીય પુરૂષ, જલારામ સોસાયટીનો 72 વર્ષીય વૃધ્ધ, હરીઓમનગરનો 38 વર્ષીય પુરૂષ, અલંકાર ટોકીઝ વિસ્તારની 56 વર્ષીય મહિલા, સાબરીન સોસાયટીની 39 વર્ષીય મહિલા અને નહેરૂ પાર્કનાં 73 વર્ષીય વૃદ્ધ ઉપરાંત  વિસાવદરના 51 વર્ષીય પુરૂષ 18 વર્ષીય પુરૂષ, 70 વર્ષીય વૃધ્ધા 80 વર્ષીય વૃધ્ધ, 50 વર્ષીય પુરૂષ, 45 વર્ષીય પુરૂષ, 55 વર્ષીય મહિલા, 28 વર્ષના પુરૂષ, 40 વર્ષીય પુરૂષ, વિસાવદરના વેકરીયાના 18 વર્ષીય પુરૂષ, 25 વર્ષીય પુરૂષ અને 18 વર્ષીય પુરૂષ, નાની મોણપરીના 35 વર્ષીય પુરૂષ અને 88 વર્ષીય વૃધ્ધ, વિસાવદરના વનીની 24 વર્ષીય મહિલા, 25 વર્ષીય મહિલા, 54 વર્ષીય પુરૂષ, 34 વર્ષીય પુરૂષ, છેલણકાના 31 વર્ષીય પુરૂષ, દાદરના 25 વર્ષીય પુરૂષ, વંથલીની 42 વર્ષીય મહિલા, કણઝાની 16 વર્ષીય યુવતી, 22 વર્ષીય પુરૂષ, વાડલાની 22 વર્ષીય મહિલા, ટીનમસના 25 વર્ષીય પુરૂષ, ખોખરડાની 21 વર્ષીય મહિલા, જૂનાગઢના ખડિયાની 59 વર્ષીય મહિલા, 50 વર્ષીય મહિલા, બિલખાની 26 વર્ષીય મહિલા, 21 વર્ષીય મહિલા, ચોરવાડીની 22 વર્ષીય મહિલા, 38 વર્ષીય મહિલા, પ્રભાતપુરના 50 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંક 345એ પહોંચ્યો છે. તેમાં સાત દર્દીના મોત થયા છે. આજે 48 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે 195 ડિસ્ચાર્જ અને 143 એકટીવ કેસ છે.
રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલના ડો.કૃપાલ નવિન અગ્રાવતનો કોરોના રિપોર્ટ ગઈકાલે રાત્રે જ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત લક્ષ્મીવાડીમાં 75 વર્ષીય વૃદ્ધા, સાધુવાસવાણી રોડ પર 53 વર્ષીય પ્રૌઢા, કેવડાવાડીમાં 17 વર્ષીય તરૂણી,
મનહર પ્લોટમાં 31 વર્ષીય યુવાન, મોટી ટાંકી ચોકમાં 30 વર્ષીય યુવાન, જંકશન પ્લોટમાં 37 વર્ષીય યુવાન, નાના મવા રોડ પર 48 વર્ષીય પ્રૌઢ, હુડકો ક્વાર્ટરમાં 35 વર્ષીય યુવાન, આસ્થા રેસીડેન્સીમાં 70 વર્ષીય વૃદ્ધ, નિર્મલા રોડ પર 56 વર્ષીય આધેડ, વર્ધમાન નગરમાં 50 વર્ષીય પ્રૌઢા, પીપળીયા હોલ પાસે 31 અને 36 વર્ષીય યુવાનો, વિરાટ નગરમાં 21 વર્ષીય યુવતી, પંચવટી હોલ પાછળ 20 વર્ષીય યુવાન, કાલાવડ રોડ પર 57 વર્ષીય આધેડ, જીવરાજ પાર્ક પાસે આર્યલેન્ડમાં 65 વર્ષીય પ્રૌઢા, પ્રહલાદ પ્લોટમાં 63 વર્ષીય પ્રૌઢા, દોશી હોસ્પિટલ પાસે 33 વર્ષીય યુવાન તથા રાજનગર સોસાયટીમાં 35 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે જિલ્લાના જામકંડોરણામાં 60 વર્ષીય પ્રૌઢા, ગોંડલ શહેરમાં કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડ પાસે રહેતા 39 વર્ષીય યુવાન, ધોરાજીમાં બહારપુરામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ તેમજ ફરેણી સ્વામીનારાયણ ધામના સાધુ તેમજ જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે 24 વર્ષીય યુવતી, રૂપાવટી ગામે દંપતી 41 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય મહિલા સહિત આજે ગ્રામ્ય વિસ્તારમાં નવા 12 કેસ નોંધાયા હતા. રાજકોટ શહેરના 417 અને ગ્રામ્યના 304 મળીને જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 721 થવા પામ્યો હતો, જેમાંથી હાલ 194 દરદી સારવારમાં છે.
ભાવનગર જિલ્લામાં આજે 40 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 665 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 14 પુરૂષ અને 10 સ્ત્રી મળી કુલ 24 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કમળેજ ગામે 1, ફરીયાદકા ગામે 1, તળાજાના મંગેળા ગામે 1, તળાજાના નવા સાંગાણા ગામે 1, મહુવામાં 3, પાલીતાણાના લાપરીયા ગામે 1, વલ્લભીપુરના મેલાણા ગામે 1, ઉમરાળામાં 2, ચોગઠ ગામે 1, દડવા ગામે 1, સિહોરમાં 1, મઢડા ગામે 1 તથા અમરગઢ ગામે 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા 665 કેસ પૈકી હાલ 401 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 243 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામાં 14 દર્દીઓનું અવસાન થયેલું છે.
અમરેલી જિલ્લામાં આજે 29 કેસ નોંધાયા હતા. જેમાં હરસુરપુર દેવળીયાના 43 વર્ષીય મહિલા, અમરેલીના ગંગાનગર-2ના 50 વર્ષીય મહિલા, અમરેલી પોલીસ હેડક્વાર્ટરના 39 વર્ષીય પુરુષ, ખાંભાના સાળવાના 13 વર્ષીય કિશોર, ખાંભાના મોટા બારમણના 40 વર્ષીય પુરુષ, લાઠીના નાના રાજકોટના 38 વર્ષીય પુરુષ, લાઠીના અકાળાના 28 વર્ષીય યુવાન, કુંકાવાવના ખાન ખીજડિયાના 27 વર્ષીય યુવાન, લાઠીના હરસુરપુર દેવળીયાના 54 વર્ષીય મહિલા, કુંકાવાવના શિવનગરના 49 વર્ષીય પુરુષ, ખાંભાના 74 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના વંડાના 52 વર્ષીય પુરુષ, અમરેલીના રીકડીયાના 43 વર્ષીય પુરુષ, અમરેલીના લાપાળીયા 65 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના ધાર-કેરાળાના 33 વર્ષીય પુરુષ, લીલીયાના પુતળીયાના 82 વર્ષીય વૃદ્ધા, 62 વર્ષીય વૃદ્ધા, અમરેલીના 51 વર્ષીય મહિલા, બાબરાના ચમારડીના 40 વર્ષીય પુરુષ, ખાંભાના ભાડના 60 વર્ષીય પુરુષ, ધારીના કોઠા-પીપરીયાના 28 વર્ષીય યુવાન, લાઠીના 35 વર્ષીય પુરુષ, 24 વર્ષીય યુવાન, વડિયાના સુરગપરાના 33 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના ડેડકડીના 70 વર્ષીય વૃદ્ધ, સાવરકુંડલાના ડેડકડીના 48 વર્ષીય પુરુષ, ખાંભાના લાસાના 51 વર્ષીય પુરુષ, ખાંભાના મોટા સમઢિયાળાના 40 વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના નાની વડાળના 52 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેમાં રવિવારે રેકર્ડબ્રેક 19 કેસો નોંધાયા બાદ સોમવારે બે ડોક્ટર સહીત વધુ 10 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. નવા નોંધાયેલા કેસમાં બાયપાસ સિલ્વર પાર્ક સોસાયટીના 65 વર્ષના વૃદ્ધા, પુનીતનગરના 68 વર્ષના પુરુષ, પારેખ શેરીના 80 વર્ષના વૃદ્ધા, સાવસર પ્લોટના 83 વર્ષના ડોક્ટર, શનાળા રોડ વિઠ્ઠલનગરમાં 28 વર્ષના મહિલા ડોક્ટર, રવાપર રોડ પર 32 વર્ષના પુરુષ, જેતપર મચ્છુ સોનીવાડી શેરીના 36 વર્ષના પુરુષ, મોરબીના નાની બજારના 20 વર્ષના મહિલા, માધાપરના 35 વર્ષના મહિલા અને નાની બજારના 55 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસની સંખ્યા 129 પર પહોંચી છે જેમાંથી હાલ 78 એક્ટીવ કેસ છે.
જામનગર શહેરના મણિયાર શેરીમાં 85 વર્ષના વૃધ્ધા, નાનકપુરી સોસાયટી નજીક 28 વર્ષનો યુવાન, નારાયણનગરમાં 18 વર્ષનો યુવાન, ખોજાના નાકા પાસે 57 વર્ષના પુરૂષ, હવાઈચોક પાસે 20 વર્ષનો યુવાન, સ્વામીનારાયણનગરમાં 60 વર્ષના મહિલા, પટેલ કોલોનીમાં 55 વર્ષના પુરૂષ, કડિયાવાડમાં 37 વર્ષનો યુવાન, ધ્રોલ તાલુકામાં 58 વર્ષના પુરૂષ, જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે  90 વર્ષના વૃદ્ધ, ધુતારપર ગામે 45 વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકાના રાતીધાર ગામે 44 વર્ષીય પુરુષ, સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે 30 વર્ષીય યુવાન અને લાટી ગામે 18 વર્ષીય યુવતી, ઉનાના ઉંટવાડા ગામે 3 અને પસવાળા ગામે 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
બોટાદ જિલ્લાના રાણપુરમાં 58 વર્ષીય પ્રૌઢા અને બરવાળામાં 20 વર્ષીય યુવતીનો રિપોર્ટ આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે પોરબંદરમાં ખીજડીયા પ્લોટ નજીક રહેતા અને અગાઉના પોઝિટિવ દરદીના સંપર્કમાં આવેલા એકજ પરિવારના ત્રણ સભ્યોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા હતા. જેમાં 51 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તેમના પત્ની અને પુત્રનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો હતો.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer