સુપ્રીમ કોર્ટે શાહી પરિવારને સોંપ્યો પદ્મનાભ મંદિરનો ખજાનો

સુપ્રીમ કોર્ટે શાહી પરિવારને સોંપ્યો પદ્મનાભ મંદિરનો ખજાનો
ત્રાવણકોર શાહી પરિવારના હકની તરફેણ : હાઇકોર્ટનો આદેશ ફગાવ્યો
નવી દિલ્હી, તા. 13 : સુપ્રીમ કોર્ટે કેરળના ઐતિહાસિક પદ્મનાભ મંદિરના પ્રશાસનમાં ત્રાવણકોર શાહી પરિવારના અધિકારને બરકરાર રાખ્યો છે. આ મંદિરના તયખાનામાં અબજોનો ખજાનો હોવાનું કહેવાય છે. પદ્મનાભ સ્વામી મંદિરના મામલાઓના વહીવટની પ્રશાસનિક સમિતિનું સુકાન તિરુવનંતપુરમના જિલ્લા ન્યાયમૂર્તિ સંભાળશે. સુપ્રીમે કેરળ હાઇકોર્ટના 31 જાન્યુઆરી, 2011ના એ આદેશને રદ કરી નાખ્યો હતો, જેમાં રાજ્ય સરકારને મંદિરનું નિયંત્રણ લેવા માટે ન્યાસ રચવા કહેવાયું હતું. ન્યાયમૂર્તિ યૂ. યૂ. લલિતના વડપણવાળી ખંડપીઠે કહ્યું હતું કે, વચગાળાના પગલાંરૂપે મંદિર પ્રશાસક સમિતિનું અધ્યક્ષ પદ તિરુવનંતપુરમના ન્યાયમૂર્તિ સંભાળશે. આ ભવ્ય મંદિરનું પુન:નિર્માણ 18મી સદીમાં તેના વર્તમાન સ્વરૂપમાં ત્રાવણકોર શાહી પરિવારે જ કરાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer