સીમાએથી સેનાપ્રમુખની પાક.ને ચેતવણી

સીમાએથી સેનાપ્રમુખની પાક.ને ચેતવણી
  દુશ્મનોનાં કોઈપણ દુ:સાહસનો જડબાતોડ જવાબ અપાશે: નરવણે
શ્રીનગર, તા.13 : કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ, ઘૂસણખોરીનાં પ્રયાસો અને નાપાક શત્રવિકાર ભંગની ઘટનામાં વધારો થયો છે ત્યારે આજે સેના પ્રમુખ એમ.એમ.નરવણેએ સીમાએ તૈનાત સૈનિકોની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન તેમણે પાડોશી દેશને આતંકવાદીઓની ઘૂસણખોરી અને શત્રવિરામનાં ઉલ્લંઘન સામે ચેતવણી પણ આપી હતી અને દોહરાવ્યું હતું કે ભારત હવે આની સામે શૂન્ય સહિષ્ણુ જ રહેશે. સેના પ્રમુખે પાકિસ્તાનનાં પરોક્ષ યુદ્ધ ખિલાફ ભારતની તૈયારી વિશે કહ્યું હતું કે, સરકાર અને સર્વિસીઝની તમામ એજન્સીઓ દુશ્મનોનાં છદ્મ યુદ્ધને નાકામ બનાવવા માટે એકસાથે મળીને કામ કરી રહી છે. દેશનાં દુશ્મનોનાં કોઈપણ દુ:સાહસનો જડબાતોડ જવાબ અપાશે. સેના પ્રમુખે આજે જમ્મુ - પઠાણકોટ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સીમાનાં અગ્રિમ વિસ્તારોનો પ્રવાસ પણ કર્યો હતો. તેમણે કઠુઆ, સાંબા, જમ્મુ અને પઠાણકોટમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી.

 વાઘા બોર્ડરેથી અફઘાનિસ્તાનમાં નિકાસ કરવાં ભારતને છૂટ આપતું પાક.
ઈસ્લામાબાદ, તા.13 : પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકાર આખરે ભારત સામે ઝૂકી ગઈ છે. પાક. સરકારે વાઘા અટારી સરહદેથી ભારતને અફઘાનિસ્તાનમાં નિકાસ માટે પરવાનગી આપી દીધી છે. 1પમી જુલાઈથી જ વાઘા બોર્ડરેથી ભારતની આ નિકાસ શરૂ થઈ જશે. પાકિસ્તાને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ભારત સાથે તેને તનાવ ચાલી રહ્યો છે. પાકે. અફઘાનિસ્તાન ટ્રાંઝિટ ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ આ અનુમતિ આપી છે. અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાનનાં માર્ગેથી વ્યાપારની માગણી લાંબા સમયથી કરવામાં આવતી હતી. જો કે પાકિસ્તાન આમાં સતત આનાકાની કરતું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer