અનંતનાગમાં બે તૈયબા આતંકી ઠાર

અનંતનાગમાં બે તૈયબા આતંકી ઠાર
સેનાને સળંગ બીજા દિવસે મોટી સફળતા : ભીષણ ઘર્ષણ બાદ એકે-47 કબ્જે કરી
જમ્મુ, તા. 13 : આતંકવાદ સામે લડાઈમાં સોમવારે સળંગ બીજા દિવસે સફળતા મેળવતાં સેનાએ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં વધુ બે આતંકવાદીને ઠાર માર્યા હતા અને બે એકે-47 રાયફલ કબ્જે કરી હતી.
આ માર્યા ગયેલા બંને આતંકી લશ્કર-એ-તોયબાના હતા, જેમાંથી એક પાકિસ્તાની અને બીજો સ્થાનિક હતો. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે લાંબા સમય સુધી ભીષણ ઘર્ષણ ચાલ્યું હતું. સીઆરપીએફની ક્વિક એક્શન ટીમ, પોલીસ, સેનાની ત્રણ રાષ્ટ્રીય રાયફલ્સના જવાનોની સંયુક્ત ટીમે ઓપરેશન પાર પાડયું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં ગઈકાલે રવિવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકીને ફૂંકી માર્યા હતા. પોલીસ મહાનિરીક્ષક વિજયકુમારે કહ્યું હતું કે, ઠાર મરાયેલા આતંકીઓમાંથી એક તોયબાના આતંકીની ઓળખ પાકિસ્તાનના ઉસ્માન તરીકે થઈ હતી. એ આતંકવાદી સોપોર હુમલામાં પણ સામેલ હતો, જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો, તો એક નાગરિકનું પણ મોત થયું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer