જામનગરમાં બિલ્ડર પર ગોળીબારના 3 આરોપી 7 દી’ના રિમાન્ડ પર

વધુ ત્રણ આરોપીઓની સંડોવણી પણ ખુલી: એકની ધરપકડ
જામનગર, તા.13 (ફૂલછાબ ન્યૂઝ) બિલ્ડર પર 10 દિવસ પહેલાં ગોળીબાર કરી ખૂનનો પ્રયાસ કરવા અંગેના ચકચારી પ્રકરણમાં અમદાવાદ એટીએસની ટીમ દ્વારા ફરાર થઈ ગયેલા ત્રણેય શાર્પ શૂટર હિતેશસિંહ ભગતસિંહ ઝાલા, સંજય અરશીભાઈ બારડ અને પ્રવીણ ગીગાભાઈ વાળાની ધરપકડ કર્યા બાદ એલ.સી.બી. પોલીસની માગણી પરથી અદાલતે ત્રણેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.એલસીબીની ટીમ દ્વારા ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા જામનગરના ત્રણ શખસો જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, હુસૈન દાઉદ ચાવડા અને તેના ભાઈ રજાક સોપારી ચાવડાની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે આ ત્રણમાંથી એક આરોપી જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની પણ ધરપકડ કરાઈ છે. જશપાલસિંહની પૂછપરછ દરમિયાન કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલે બિલ્ડર ગિરીશ ડેરની હત્યા નિપજાવવા માટે રૂપિયા દોઢ કરોડની સોપારી આપી હોવાનો આક્ષેપ પણ થયો છે. સમગ્ર મામલાની એલસીબીની ટીમ ઉંડી તપાસ ચલાવી રહી છે. ત્રણેય શાર્પ શૂટર બહાર ગામથી આવ્યા હતા. તેઓને રહેવા, આશરો આપવા અને આર્થિક મદદ કરવા માટે ત્રણેય સ્થાનિક શખસોએ મદદગારી કરી હોવાનું પણ તપાસમાં ખુલ્લી રહ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer