ભાણવડના તબીબ સાથે રૂ. 74 લાખની ઠગાઈ કરનાર અંકલેશ્વરનો ચીટર ઝડપાયો : 7 દિવસના રિમાન્ડ પર

ભાણવડના તબીબ સાથે રૂ. 74 લાખની ઠગાઈ કરનાર અંકલેશ્વરનો ચીટર ઝડપાયો : 7 દિવસના રિમાન્ડ પર
ખંભાળિયા, તા.13 : ભાણવડના રણજીતપરામાં રહેતા તબીબ નિશિત રાજેશભાઈ મોદીને ફલોરીડા ઈન્ટરનેશનલ ગ્રુપ યુ.એસ.એ.લી.શ્રી સાંઈ એન્ટરપ્રાઇઝ, સાંઈ ટ્રેડિંગ, વાન્હે ટીગ, સીઈઓ લીલીયન બોલોગા તેમજ મેનેજર પ્રેસ્ટોન જેક ઉર્ફે (પેડરો એફ હીપોલીતો) તથા અરમાડોએ અથવા તેવા ખોટા નામનો કોઈએ ઉપયોગ કરી તેમજ ખોટી વેબસાઈટ બનાવી રૂ.74.પ7 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તબીબ નિશિત મોદીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો અને હાથ ધરેલી તપાસમાં તબીબ સાથે ચીટિંગ કરનાર અંકલેશ્વરના નરેન્દ્ર બાલુ પ્રજાપતિ નામના શખસને ઝડપી લીધો હતો અને કોના ટેસ્ટની કાર્યવાહી કરાવ્યા બાદ ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ પર લીધો હતો. પોલીસે માતબર રકમ કબજે કરવા અને અન્ય સાગરિતો કોણ-કોણ અને અન્ય કોની-કોની સાથે ઠગાઈ કરવામાં આવી છે તે મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer