ખોરાસાના વ્યકંટેશ મંદિરના ગાદિપતિ વિવાદમા: તરફેણ-િવરૂદ્ધમાં રજૂઆત

ખોરાસાના વ્યકંટેશ મંદિરના ગાદિપતિ વિવાદમા: તરફેણ-િવરૂદ્ધમાં રજૂઆત
ગાદિપતિને બદનામ કરવાની પેરવી કરનારા લોકો સામે કાર્યવાહી કરવા જૂનાગઢ કલેક્ટરને રજૂઆત : વેરાવળમાં સ્વામી વિરુદ્ધ રજૂઆત
તાલાળા ગીર, વેરાવળ તા.13 : ખોરાસા ગામે આવેલા વ્યંકટેશ મંદિરના ગાદિપતિને બદનામ કરવાની પેરવી કરનારા લોકો સામે તુરંત તપાસ કરી કાર્યવાહી કરવા જૂનાગઢ કલેક્ટર સમક્ષ માગણી કરતું આવેદનપત્ર મંદિર તથા મંદિરના સ્વામીના સેવકો દ્વારા આપવામાં આવતા તાલાલા પંથકમાં ખોરાસા મંદિર તથા સંપ્રદાયના ભાવિકોના બે ભાગલા પડી ગયાં છે. તાલાલા તાલુકાના ધાવા-ગીર-હડમતીયા ગીર,માધુપુર ગીર, ભોજદે ગીર, રાતીધાર ગીર, બારેવાવ ગીર સહિતના ગીરપંથકના વિવિધ ગામના વૈષ્ણવ રામાનુજ સંપ્રદાય (બાલાજી તિરૂપતિ) ધર્મના 300થી વધુ ભાવિકોએ રેલી સ્વરૂપે તાલાલા મામલતદાર કચેરીએ આવી આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મંદિરના સ્વામી સામે કોઈપણ સેવકો તથા ભાવિકોને વાંધો નથી, માત્ર ગણ્યાગાંઠયા લોકો અંગત સ્વાર્થ માટે મંદિરના ગાદીપતિ તથા સંપ્રદાયને નબળો પાડવા પ્રવૃતિ કરીરહ્યાં છે. બીજી તરફ વેરાવળમાં સેવકો કિરીટભાઈ ઉનડકટ, પ્રદિપભાઈ ઠકરાર, રાજેશ ઠરારા વગેરે દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સ્વામી શ્યામનારાયણને મંદિરના પદ પરથી ઉતારવા અને કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે, સ્વામિએ મંદિરની જગ્યા પચાવી પાડવા ષડયંત્ર રચી કરેલી કોશિષ સામે અમે કાયદાકીય લડાઈ લડી રહ્યાં છીએ, આવેદનમાં સ્વામીના ચરિત્ર સામે આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer