ટેબલ ટેનિસ વર્લ્ડ કપ સ્થગિત

ટેબલ ટેનિસ વર્લ્ડ કપ સ્થગિત
 
નવી દિલ્હી, તા.13: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લીધે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરશેન (આઇટીટીએફ)એ વર્લ્ડ ચેમ્પિયનશિપ આવતા વર્ષ સુધી સ્થગિત કરી દીધી છે. આઇટીટીએફની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ હવે 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2021 દરમિયાન દ. કોરિયાના બુસાનમાં આયોજિત થશે. આ પહેલા ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ બુસાનમાં 22થી 29 માર્ચ દરમિયાન યોજાવાની હતી. જે કોરોનાને લીધે 21થી28 જૂનમાં યોજાવાનું નક્કી થયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer