ગાંગુલીએ સફળ ટીમ બનાવી, જેના ફળ ધોનીને મળ્યા : શ્રીકાંત

ગાંગુલીએ સફળ ટીમ બનાવી, જેના ફળ ધોનીને મળ્યા : શ્રીકાંત
 
લીમીટેડ ઓવર્સમાં ગાંગુલીથી ધોની વધુ સારો કેપ્ટન: ગંભીર
 
નવી દિલ્હી, તા.13 : ભારતીય ટીમના પૂર્વ સુકાની અને પૂર્વ મુખ્ય પસંદગીકાર કે. શ્રીકાંતે કહ્યંy છે કે સૌરવ ગાંગુલીએ મજબૂત ભારતીય ટીમનો આધાર રાખ્યો હતો. ગાંગુલીએ મજૂબત વિનિંગ કોમ્બિનેશનલ મહેન્દ્રસિંહ ધોનીને થાળીમાં સજાવીને આપ્યું હતું. શ્રીકાંતના મતે ગાંગુલીએ ભારતીય ટીમની માનસિકતા અને જીતનું વલણ બદલ્યું હતું. શ્રીકાંતે કહ્યંy કે ગાંગુલીએ મુશ્કેલ સમયમાં ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાની સંભાળી હતી. તેમણે ટીમમાં બદલાવની પ્રક્રિયા શરૂ કરી હતી. તેણે ટીમની પૂરી રીતે માનસિકતા બદલી નાખી હતી. ગાંગુલીએ એક સફળ ટીમ બનાવી હતી. જેના ફળ ધોનીને બાદમાં મળ્યા હતા.  આ ઓનલાઇન કાર્યક્રમમાં ગૌતમ ગંભીર પણ જોડાયો હતો. તેણે એવું મંતવ્ય પ્રકટ કર્યું હતું કે લીમીટેડ ઓવર્સના ક્રિકેટમાં સૌરવ ગાંગુલીથી એમએસ ધોની વધુ સારો કેપ્ટન હતે. ધોનીએ આઇસીસીના બધા વન ડે વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા છે. તે નિર્વાદ પણે સફેદ દડાનો શ્રેષ્ઠ સુકાની બની રહયો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer