કોર્પોરેશને હોકર્સ ઝોનનાં 4500 ધંધાર્થીનું 3 માસનું ભાડું માફ કર્યું

કોર્પોરેશને હોકર્સ ઝોનનાં 4500 ધંધાર્થીનું 3 માસનું ભાડું માફ કર્યું

ભાડા પેટેની રૂ.67 લાખ આસપાસની રકમ જતી કરવાનો તંત્રનો માનવતાવાદી નિર્ણય

2ાજકોટ, તા. 10  : કોરોના કપરા કાળમાં મહિનાઓ સુધી ધંધા-રોજગાર બંધ રહેતા ખાસ કરીને હોકર્સ ઝોનમાં ધંધો કરતા ગરીબ અને મધ્યમવર્ગના ધંધાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ છે અને હજુ પણ તેઓ મંદીનો માર વેઠી રહ્યાં છે ત્યારે આવા આશરે 4500 જેટલા ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે મ્યુનિ.તંત્રએ તેમનું 3 માસનું ભાડું માફ કરવાનો માનવતાવાદી નિર્ણય લીધો છે.

મનપા હસ્તકના કુલ 99 હોકર્સ ઝોનમાં આશરે 4500 ધંધાર્થીઓ વ્યવસાય કરે છે તેઓ પાસેથી ભાડા પેટે દર મહિને તંત્ર રૂ.500 વસૂલે છે જે ગણતરીએ ત્રણ માસના ભાડાની રકમ આશરે રૂ.67 લાખ આસપાસ થવા જાય છે જેને માફ કરીને તંત્ર પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કો2ાઁનાની મહામા2ાu વચ્ચે ગત તા.25 માર્ચના અંતથી લોકડાઉન શરૂ થયું હતું ધંધા-રોજગાર બંધ રહેતા રોજનું ખાઈને રોજનું રળતા આવા નાના ધંધાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. બાબતને ધ્યાને લઈ મ્યુનિ.તંત્રએ તેઓને આર્થિક રાહત આપવાના આશય સાથે 3 માસનું એટલે કે, એપ્રિમ, મે અને જૂન સુધીનું ભાડું માફ કરવાનો ઉમદા નિર્ણય કર્યો છે. જે ધંધાર્થીઓએ એપ્રિલ-2020થી જૂન-2020 સુધીમાં ભાડું ચુકવ્યું હશે તેઓએ 2કમ પછીના માસના ભાડામાં મજરે આપવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer