ચોરીવાડા નજીક પશુઓને કતલખાને લઇ જતા બે ઝડપાયા

મોડાસા, તા. 10: માલપુરના ચોરીવાડ પાસેથી કારમાં ક્રૂરતા પૂર્વક બાંધી 3 પશુઓને કતલખાને લઇ જવાતા હતા. જેને માલપુર પોલીસે ઝડપી લઇ લુણાવાડાના બે શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં માલપુર પીએસઆઇ એન.એમ.સોલંકી અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરતા ચોરીવાડા ગામ નજીક ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે પોતાની ગાડીમાં ક્રૂરતા પૂર્વક પાડાઓ માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહી રાખી કતલખાને લઇ જવાતા હતા. જેથી પોલીસે ગાડીમાંથી 3 નંગ પાડાઓ જેની કિંમત રૂ.15 હજાર તથા ગાડીની કિંમત રૂ.3 લાખ મળી કુલ રૂપિયા 3.15 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા. આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વસીમભાઇ યુનુભાઇ માલવણીયા અને સલમાન નિસાર અનારવાલા (બંને રહે. લુણાવાડા, જિ. મહિસાગર) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer