મોડાસા માર્કેટ યાર્ડમાં ચોરી કરનાર બે ઝડપાયા

મોડાસા માર્કેટ યાર્ડમાં ચોરી કરનાર બે ઝડપાયા
મોડાસા, તા.10: મોડાસા નવા માર્કેટ યાર્ડમાંથી શનિવારના રોજ સીરાજ બ્રધર્સ અનાજના વેપારીની દુકાન પાસે પડેલી 7 ઘઉંની બોરી કોઇક ઉઠાવી ગયું હતું. જેથી દુકાન માલિકે આસપાસ તપાસ કરી પરંતુ ચોર આ ઘઉંની બોરી લઇ યાર્ડમાંથી રફુચક્કર થઇ ગયો હતો. આ ઘટના અંગે યાર્ડના કર્મચારીને રજૂઆત કરાઇ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેથી સીસીટીવી ફૂટેજના આધારે ચોરને શોધવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ અંગે મોડાસા ડાઉન પોલીસને જાણ કરાતાં પોલીસે સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગના આધારે ઘઉંની બોરીની ચોરીમાં વાપરેલી રિક્ષા સાથે અબ્દુલ કરીમ મુલતાની (રહે. સદાકત સોસાયટી, મોડાસા) અને યુનુસ અનવર ભટ્ટી (રહે. કઉં, સાગના મુવાડા)ને દબોચી લઇ ઘઉંના કટ્ટા નંગ-8 કિં.રૂ.10,000/- તથા રિક્ષા મળી કુલ રૂ.90,000/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer