અમરેલી: ખાણ ખનીજના અધિકારી પર લોડર ચડાવવાનો પ્રયાસ કરનાર પકડાયાં

અમરેલી: ખાણ ખનીજના અધિકારી પર  લોડર ચડાવવાનો પ્રયાસ કરનાર પકડાયાં
અમરેલી, તા. 10: અમરેલી નજીક શેત્રુંજીના પટમાંથી રેતીચોરી કરી રહેલા શખસોને પકડવા ગયેલા ખાણખનીજ વિભાગના અધિકારી પર લોડર ચડાવીને જાન લેવાનો પ્રયાસ કરવાના ગુનામાં સંડોવાયેલા તરવડાના મહાવીર ઉર્ફે છગન કાળુભાઇ વાળા, જયરાજ કાળુભાઇ વાળા અને માલસીકાના રાજદીપ ભીખુભાઇ ધાંધલને પોલીસે ઝડપી લીધા હતાં.
શેત્રુંજીના પટમાંથી મોટાપાયે રેતીની ચોરી થતી હોવાની બાતમીના આધારે ખાણખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન અધિકારી પર લોડર ચડાવી દેવાનો પ્રયાસ થયો હતો. આ બનાવ અંગે ખૂનનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતના આરોપસર તરવડાના મહાવીર વાળા, જયરાજ વાળા અને રાજદીપ ધાંધલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ શખસોને ઝડપી લેવા માટે એસઓજી અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. આ ત્રણેયને પકડી પાડીને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કરાયા હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer