ગવાસ્કરે 71મા જન્મદિને 35 બાળકોની હાર્ટ સર્જરી કરાવી

ગવાસ્કરે 71મા જન્મદિને 35 બાળકોની હાર્ટ સર્જરી કરાવી

મુંબઇ, તા.10: ભારતના મહાન પૂર્વ ક્રિકેટર અને વર્તમાનના કોમેન્ટેટર સુનિલ ગવાસ્કરે આજે તેમનો 71મો જન્મદિન અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવ્યો છે. 71મા જન્મદિનના મોકા પર ગવાસ્કરે મુંબઇની સત્યસાઇ સંજીવની હોસ્પિટલ ફોર ચાઇલ્ડ હાર્ટ કેયર, ખારઘરમાં 3પ બાળકોની હાર્ટ સર્જરી પોતાના ખર્ચે કરાવી છે. ગવાસ્કરના નામે 3પ ઇન્ટરનેશનલ સદી (34 ટેસ્ટમાં અને 1 વન ડેમાં) છે. આથી તેમણે 3પનો આંકડો પસંદ કરીને એટલા બાળકોની હૃદયના ઓપરેશન કરાવ્યા હતા. સત્યસાંઇ હાર્ટ હોસ્ટિલનો મંત્ર ‘ઓનલી દિલ, નો બિલ છે. સુનિલ ગવાસ્કરે તેમનો 71મો જન્મદિન સેવાભાવથી ઉજવીને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ગવાસ્કરના જન્મદિને સચિન તેંડુલકર સહિતના ક્રિકેટરોએ શુભેચ્છા પાઠવી હતી. ગવાસ્કરે કોરોના વિરૂધ્ધની લડતમાં કુલ પ9 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer