પરાબજારના વેપારીઓ આજથી દુકાનો વહેલી બંધ કરી દેશે

પરાબજારના વેપારીઓ આજથી દુકાનો વહેલી બંધ કરી દેશે

ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહિતની સંલગ્ન બજારોની વિચારણા

રાજકોટ, તા.8 (ફૂલછાબ ન્યુઝ): રાજકોટની દાણાપીઠે કોરોનાના વધતા કેસ સામે સાંજે પાંચ વાગ્યે ધંધો વધાવી લેવાનો અમલ કર્યા પછી હવે પરાબજાર પણ ચીલે ચાલી છે. પરાબજારના આશરે અઢીસો જેટલા વેપારીઓએ આઠને સ્થાને સાંજે સાડા વાગ્યે ધંધો બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જેનો અમલ આવતીકાલથી થશે. અલબત્ત બન્ને બજારોની અસરથી હવે ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ, ગુંદાવાડી, કંસારા બજાર સહિતના વેપારીઓ દુકાનો વહેલી બંધ કરવા વિચારણા કરવા લાગ્યા છે.

પરાબજાર વેપારી એસોસિયેશનના કારોબારી પ્રમુખ દીપક પોબારુએ કહ્યું કે, 9મી જુલાઈથી અમલમાં આવે તે રીતે 20 જુલાઈ સુધી દુકાનો બંધ કરવાનો સમય આઠને સ્થાને સાંજે સાડા છનો કરી નાંખવામાં આવ્યો છે. બાબતનો સર્ક્યુલર પણ વેપારીઓને પાઠવી દેવાયો છે. આશરે 350 જેટલા વેપારીઓ રૈયાનાકા ટાવરથી દેના બેંક સુધીમાં છે તે બધા સ્વૈચ્છિક રીતે જોડાશે.

દાણાપીઠે સોમવારથી સાંજે પાંચ વાગ્યે દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. દાણાપીઠના સભ્યો પરાબરા, મોચીબજાર અને ગુમાનાસિંહજી માર્કેટ સુધી ફેલાયેલા છે તમામ સહકાર આપીને ત્રણ દિવસથી ધંધો બંધ કરી રહ્યા છે.

વેપારીઓ કહે છે, કોરોનાનો ફેલાવો દિવસે દિવસે વધી રહ્યો છે. જૂની બજારોમાં લોકો વધુ સંખ્યામાં આવતા હોવાથી સંક્રમણ ઝડપથી ફેલાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer