એસટી બસ પોર્ટમાં પાર્કિંગ ચાર્જની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ

એસટી બસ પોર્ટમાં પાર્કિંગ ચાર્જની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ

નિર્ધારીત ભાવ પ્રમાણે ચાર્જ વસૂલાયા, મશીનની ગરબડીને કારણે ગેરસમજ થયાનું કથન

રાજકોટ, તા. 8: રાજકોટમાં ઢેબર રોડ પર એસટી નિગમનું બસ પોર્ટ આંશિક કાર્યરત થયું છે. પીપીપી ધોરણે નિર્માણ પામેલા અને સંચાલન થઈ રહેલા બસ પોર્ટમાં ટુ વ્હીલરના પાર્કિંગના ચાર્જ  સંબંધીત એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

જેમાં જણાવ્યું છે કે ‘ન્યુ બસપોર્ટમાં વાહન પાર્ક કરવા માટે ગયો તો જાણવા મળેલ કે ત્યાં વ્હીલર પાર્કિંગના 4 કલાકના 40 રૂ. લે છે. બે દિવસ વાહન પાર્ક કરવાનું હોવાથી મારી પાસેથી 80 રૂપિયા લીધા પણ પહોંચ 10 રૂપિયાની આપેલ. અંગે ડેપો મેનેજરને રજુઆત કરતા તેમણે લેખિતમાં આપવાનું જણાવ્યું હતું. આમાં ભ્રષ્ટાચારની ગંધ નથી આવતી ?’

એક નાગરિકે કરેલી પોસ્ટ તેમની જાગરૂકતાની અને ભ્રષ્છટાચાર બંધ કરાવવા સબબ કરાયેલી પહેલની દાદ માગી લે છે. દરેક નાગરિકે રીતે જાગૃત અને સક્રિય બનવું જોઈએ. 

  મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું છે કે બસ પોર્ટ પીપીપી ધોરણે સંચાલિત છે. પાર્કિંગનો કોન્ટ્રાક્ટ સાથે એસટી તંત્ર સીધી રીતે સંકળાયેલું નથી, છતાં ખોટું થતું હોય તો યોગ્ય કરવુ એસટીની જવાબદારી બનેં છે. બીજું, ત્યાં ટુ વ્હીલર માટે કલાકના 10, 6 કલાકના 0, 14 કલાકના 30 અને 4 કલાકના 40 રૂપિયા ચાર્જ  લેવાય છે. જાણવા મળ્યું છે કે બે દિવસ ટુ વ્હીલર પાર્ક કરવાના 80 રૂપિયા નિર્ધારીત ભાવ પ્રમાણે લેવાયા છે. પરંતુ તે વખતે મશીનમાં ગરબડી હોવાથી 10 રૂપિયાની પાકી પહોંચ આપી, તેની પાછળ 80 રૂપિયા લખીને પહોંચ અપાઈ હતી.

જો વાત સાચી હોય તો પાર્કિંગના કોન્ટ્રાક્ટરોએ મશીનની ગરબડી વહેલી તકે દુર કરવી જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer