રાજકોટ જિલ્લામાં 30 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના 114 કેસ : 6 મૃત્યુ

રાજકોટ જિલ્લામાં 30 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના 114 કેસ : 6 મૃત્યુ
 
ભાવનગરમાં 18 કેસ અને બે મૃત્યુ, સુરેન્દ્રનગરમાં 16 કેસ અને એક મૃત્યુ, મોરબીમાં 7 કેસ અને બે મૃત્યુ
 
રાજકોટ, તા.8 : (ફૂલછાબ ન્યુઝ) સૌરાષ્ટ્રમાં કોરોના ભરડો વધુને વધુ કસાઈ રહ્યો હોય તેમ આજે રાજકોટ શહેરમાં 16 અને ગ્રામ્ય પંથકમાં 14 મળીને વધુ 30 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ભાવનગરમાં 18 કેસ અને બે મૃત્યુ, સુરેન્દ્રનગરમાં 16 કેસ અને એક મૃત્યુ, જૂનાગઢમાં 16, જામનગરમાં 10, ગીર સોમનાથમાં 9, અમરેલીમાં 7, મોરબીમાં 7 કેસ અને બે મૃત્યુ તથા બોટાદમાં એક કેસ નોંધાયો હતો. આમ આજે સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં 114 કેસ નોંધાયા હતા અને 6 દર્દીએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડયો હતો.
રાજકોટ શહેરમાં રાણી ટાવર પાસે યોગી પાર્કમાં 25 વર્ષીય યુવતી, ખોડિયારપરામાં 60 વર્ષીય વૃદ્ધા, સંતકબીર રોડ પર 27 વર્ષીય યુવતી, લક્ષ્મીવાડીમાં 43 વર્ષીય પુરુષ, 33 વર્ષીય યુવતી, કોઠારિયા રોડ પર સીતારામ સોસાયટીમાં 60 વર્ષીય વૃદ્ધા, રાધાકૃષ્ણ સોસાયટીમાં 38 વર્ષીય યુવતી, 45 વર્ષીય પુરુષ, મોરબી રોડ પર આનંદપાર્કમાં 32 વર્ષીય યુવક, 47 વર્ષીય પુરુષ, જંકશન પ્લોટમાં 40 વર્ષીય મહિલા, ગાયત્રીનગરમાં 38 વર્ષીય યુવક, બેડીપરામાંથી 51 વર્ષીય આધેડ, યુનિ.રોડ પર રવિરત્ન પાર્કમાંથી 42 વર્ષીય પુરુષ, મવડી પ્લોટમાં શોભના સોસાયટીમાંથી 53 વર્ષીય આધેડ અને નાના મવા રોડ પર રોયલ શેલ્ટર એપાર્ટમેન્ટમાંથી 45 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ 150 ફૂટ રોડ પર માધવ ગેઈટમાં રહેતા 65 વર્ષીય ધીરૂભાઇ ચાણસ્માનો ગત તા.5ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. બે દિવસથી સારવાર બાદ આજે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સાથે રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 294 થવા પામી હતી. જેમાંથી હાલ 122 દર્દી સારવારમાં છે. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના જેતપુર તાલુકાના અકાળા ગામે રહેતા અને ગઈકાલે સુરતથી આવીને જૂનાગઢ રિપોર્ટ કરાવતા એક જ પરિવારના ચાર વ્યક્તિ જેમાં દંપતી અને તેમનો યુવાન પુત્ર તથા પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે જેતપુર શહેરના નવાગઢ રેલવે સ્ટેશન પાસે રહેતા અને અમદાવાદથી આવેલા 46 વર્ષીય પુરુષ અને 15 વર્ષીય તરૂણનો રિપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો હતો. જામકંડોરણા તાલુકાના રોધેલ ગામે 35 વર્ષીય યુવક પણ કોરોનાગ્રસ્ત જાહેર થયો હતો. ગોંડલમાં ભવનાથનગર-2ના આધેડનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવારના ત્રણ વ્યક્તિને હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા.
ભાવનગરમાં સિહોરનો 34 વર્ષીય યુવક, રામપર ગામે 47 વર્ષીય પુરુષ, પાલિતાણામાં સુરતથી આવેલા 45 વર્ષીય પુરુષ, ઉમરાળાના દડવા ગામે 70 વર્ષીય વૃધ્ધ, મહુવાના ગુંદરણ ગામે સુરતથી આવેલા 43 વર્ષીય પુરુષ, સુરતથી પાંચપીપળા ગામે આવેલા તળાજાનો 37 વર્ષીય યુવક, ભાવનગર શહેરમાં આરટીઓ રોડ પરના પુરુષ, કાળિયાબીડના 45 વર્ષીય પુરુષ, નારી ચોકડી પાસે રહેતા અને સુરતથી આવેલા 44 વર્ષીય મહિલા, કાળિયાબીડમાં 23 વર્ષીય યુવતી, તિલકનગરમાં સુરતથી આવેલા 65 વર્ષીય વૃધ્ધ, નિર્મલનગરમાં 70 વર્ષીય વૃધ્ધ, 40 વર્ષીય પુરુષ, મીરાપાર્કમાં 65 વર્ષીય વૃધ્ધ, દેવરાજનગરમાં 53 વર્ષીય આધેડ, નવા સિંધુનગરમાં 62 વર્ષીય વૃધ્ધા, યુવાન અને 64 વર્ષીય વૃધ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે જિલ્લાના ભુંભલી ગામના 65 વર્ષીય હંસાબેન મહિપતરાય જાની અને નિર્મળનગરના કેસરબાગમાં રહેતા 62 વર્ષીય સુરેશભાઇ ગોરધનભાઇ મેઘાણીનું આજે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારના એક જ પરિવારના ત્રણ સભ્યો, ધ્રાંગધ્રા તાલુકામાં શહેરમાં બે અને રાજસીતાપુર ગામે એક કેસ નોંધાયો હતો. જ્યારે સાયલામાં સુરતથી આવેલા પરિવારમાંથી યુવતી તેમજ જિલ્લાના ગ્રામ્ય પંથકમાંથી વધુ 9 સહિત આજે કુલ 16 નવા કેસ આવતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 252 થવા પામી હતી. જ્યારે ધ્રાંગધ્રામાં મોચીવાડ વિસ્તારમાં રહેતા કોરોનાગ્રસ્ત 65 વર્ષીય અનવરભાઇ અલીભાઇનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
જૂનાગઢ શહેરના જોશીપરાના આદર્શનગર-2માં 45 વર્ષીય પુરુષ, પોસ્ટલ સોસાયટીમાં 70 વર્ષીય વૃદ્ધા, મધુરમનો 19 વર્ષીય યુવક, ટીંબાવાડીના અંકુરનગરમાં 52 વર્ષીય પુરુષ, લક્ષ્મીનગરમાં 68 વર્ષીય વૃદ્ધ, શ્રીનાથ નગરમાં 51 વર્ષીય મહિલા અને ગોલ્ડન સિટીના 48 વર્ષીય પુરુષ તેમજ જિલ્લાના ચોરવાડના 45 વર્ષીય મહિલા, મંડલીકપુરના 60 વર્ષીય વૃદ્ધ, કાથરોટાના 46 વર્ષીય પુરુષ, વિસાવદરમાં 33 વર્ષીય યુવતી, માંગરોળ શહેરની નજીકના ચાચવાની સીમ વિસ્તારમાં 40 વર્ષીય મહિલા, મજેવડીમાં 30 વર્ષીય યુવાન, જાલણસરમાં 51 વર્ષીય આધેડ, ગોધાવાવ પાટીમાં 40 વર્ષીય પુરુષ, દેવયાની પાર્કમાં 32 વર્ષીય યુવતીનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કુલ કેસ 198 થયા હતા, જેમાંથી હાલ 107 એક્ટિવ કેસ છે.
અમરેલી જિલ્લામાં ધારીના 65 વર્ષીય વૃદ્ધા, નાના આંકડિયા ગામના 58 વર્ષીય મહિલા, સાવરકુંડલાના 40 વર્ષીય પુરુષ, લીલિયાના પુતળિયા ગામના 56 વર્ષીય આધેડ, બગસરાના જુની હળિયાદ ગામે 34 વર્ષીય યુવક, હરીપુરા ગામે 68 વર્ષીય વૃદ્ધ અને લાઠીમાં 21 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 123 થઈ છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના મંડોરણા ગીર ગામના 62 વર્ષીય વૃદ્ધ, સુત્રાપાડાના સીંગસર ગામે 50 વર્ષીય આધેડ અને 30 વર્ષીય યુવાન, ઉનામાં 49 વર્ષીય પુરુષ, ચોરવાડ ગામે 45 વર્ષીય મહિલા, સુત્રાપાડાના રંગપુર ગામે 34 અને 35 વર્ષીય બે યુવાનો, કોડિનાર તાલુકાના માઢવાડ ગામે 46 વર્ષીય પુરુષ અને ઉનામાં 47 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 115 કેસમાંથી હાલ 34 એક્ટિવ કેસ છે.
જામનગરમાં પટેલ કોલોનીમાં 49 વર્ષીય પુરુષ, લીમડાલેનમાં 62 વર્ષીય વૃદ્ધ, વિકાસગૃહ રોડ પરના 49 વર્ષીય પુરુષ, પવનચક્કી પાસેની 25 વર્ષીય યુવતી, લાલખાણમાં 60 વર્ષીય વૃદ્ધા, શામ્યક રેસિડેન્સીમાં 63 વર્ષીય વૃદ્ધા, સ્મશાન ચોકમાં 22 વર્ષીય યુવતી, લાલવાડીમાં 50 વર્ષીય આધેડ તેમજ જામજોધપુરની 32 વર્ષીય યુવતી, કાલાવડ તાલુકાની 41 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મોરબીમાં વસંત પ્લોટમાં અગાઉ પોઝિટિવ આવેલા પરિવારમાંથી 57 વર્ષીય આધેડ અને 74 વર્ષીય વૃદ્ધ તેમજ ખારાકુવા શેરીમાં 65 વર્ષીય વૃદ્ધા અને જોધપર ગામે 63 વર્ષીય વૃદ્ધ, નાની બજારમાં 52 વર્ષીય આધેડ, સુભાષનગરમાં 52 વર્ષીય આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ મોરબીના નહેરુગેટ નજીક આવેલા સરગિયા શેરીમાં રહેતા અને ગત તા.26ના પોઝિટિવ આવેલા 48 વર્ષીય પુરુષ અને માધાપર વિસ્તારના 60 વર્ષીય વૃદ્ધાનું આજે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ વૃદ્ધાના 62 વર્ષીય પતિનો પણ મોડી સાંજે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 70 થવા પામી છે.
બોટાદ જિલ્લાના રાણપુરમાં 60 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા કુલ આંક 115 થયો છે, જેમાંથી હાલ 80 દર્દી સારવારમાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer