નેપાળની સરહદે બાંધ તોડવાની ધમકી : SSB જવાનો સાથે મારપીટ

નેપાળની સરહદે બાંધ તોડવાની ધમકી : SSB જવાનો સાથે મારપીટ
 
મોતિહારી, તા. 8 : ભારત-નેપાળની સરહદે શરૂ થયેલો વિવાદ હજી પણ ભડકી રહ્યો છે. ફરી એક વખત નેપાળના રૌતહટ જિલ્લાના જિલ્લાધિકારીએ લલબકૈયા નદી ઉપર બની રહેલા બાંધને તોડવાની ધમકી આપી છે. નેપાળની નદીઓથી પૂર્વી ચંપારણ જિલ્લામાં મચતી તબાહીને રોકવા માટે બાંધનું નિર્માણ કરવાનું હતું. જેને નેપાળને પોતાની જમીન ગણાવીને કામ રોકી દીધું છે. વધુમાં નેપાળના સૈનિકો અને બંજરાહાં ગામના નિવાસીઓએ ભારતીય સશત્ર સીમા બળ (એસએસબી)ના જવાનો સાથે મારપીટ પણ કરી હતી. 30 મેના થયેલા વિવાદ બાદ નિર્માણ કાર્યને રોકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂર્વી ચમ્પારણ જિલ્લા પ્રશાસને વિવાદની જાણકારી રાજ્ય અને કેન્દ્ર સરકારને આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer