ચરખડી ગામેથી માતા-પુત્રી ગુમ

ગોંડલ, તા.8 : ચરખડી ગામે રહેતા અને ખેતીકામ કરતા બાવનજી નરસીભાઈ માવાણી નામના યુવાનની પત્ની વૈશાલીબેન ગત તા.13 ના પતિ બાવનજીને પોતાને કમરનો દુ:ખાવો હોય અને ગોંડલ દવાખાને જવાનું અને પુત્રી હેમાલી (ઉ.વ.10)ને સાથે લઈને જતી હોવાનું જણાવી ગોંડલ જવા નીકળી હતી. બાદમા પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ ભાળ નહીં મળતા પોલીસમાં માતા-પુત્રી લાપતા બની ગયાની ફરિયાદ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer