સ્ક્વોશ ખેલાડી જોશના ચિનપ્પા વિશ્વ ક્રમાંકમાં ટોપ ટેનમાં

સ્ક્વોશ ખેલાડી જોશના ચિનપ્પા વિશ્વ ક્રમાંકમાં ટોપ ટેનમાં
નવી દિલ્હી, તા.8: ભારતની ટોચની સ્ક્વોશ મહિલા ખેલાડી જોશના ચિનપ્પા વિશ્વ ક્રમાંકમાં ટોન ટેનમાં સામેલ થઈ છે. તે હાલ દસમા સ્થાને છે. ઇજીપ્તની વિશ્વ નંબર વન ખેલાડી રનીમ ઇલ વેલિલીએ અચાનક નિવૃત્તિ લેતા જોશના ચિનપ્પાના ક્રમાંકમાં ફાયદો થયો છે. કોવિડ-19 મહામારીને લીધે માર્ચથી સ્ક્વોશના કોઇ મેચ રમાયા નથી.  33 વર્ષીય આ ભારતીય ખેલાડી આ પહેલા 2016માં ટોચની દસ ખેલાડીમાં સામેલ થઈ હતી. દીપિકા પલ્લીકલ  અન્ય ભારતીય મહિલા સ્ક્વોશ ખેલાડી છે જેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.  પુરુષ વર્ગમાં ભારતનો ટોચનો ખેલાડી સૌરભ ઘોષલ વિશ્વ ક્રમાંકમાં 13મા  સ્થાને છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer