ધોની નિવૃત્તિ લેવાનો નથી પૂર્વ કપ્તાનના મેનેજરની સ્પષ્ટતા

ધોની  નિવૃત્તિ  લેવાનો નથી પૂર્વ કપ્તાનના મેનેજરની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.8 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ તા. સાત જુલાઇએ તેનો 39મો જન્મદિન મનાવ્યો હતો. કોરોના વાઇરસને લીધે ધોની ક્રિકેટથી દૂર છે. આઇપીએલથી તે વાપસી કરવાનો હતો, પણ તે ઘોંચમાં પડી છે. કોરોનાને લીધે ધોનીના ભવિષ્ય પર તલવાર લટકી રહી છે. તે નિવૃત્ત થશે કે રમવાનું ચાલુ રાખશે તે વિશે સતત ચર્ચા થતી રહે છે. હવે આ મુદા પર ધોનીના નાનપણના દોસ્ત અને મેનેજર મિહિર દિવાકરે સ્પષ્ટ કર્યું છે કે ધોનીનો સંન્યાસ લેવાનો કોઇ વિચાર નથી. તે આઇપીએલમાં રમવા પ્રતિબધ્ધ છે. આ માટે તે આકરી મહેનત કરી રહ્યો છે. ધોનીના મેનેજરે એમ પણ કહ્યંy કે માહીના લોહીમાં દેશભકિત વહે છે. તે દેશની સેવા સેનામાં રહીને અને ખેતી કરીને પણ ઝનૂનથી કરવા ઉત્સાહિત રહે છે. તેની પાસે પ0 એકર જમીન છે. જેમાં તે ખેતી પણ કરે છે. ધોનીના નામે 90 ટેસ્ટમાં 38.09ની સરેરાશથી 4876 રન અને 3પ0 વન ડે મેચમાં પ0.પ7ની એવરેજથી 10773 રન છે. તે 98 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકયો છે. જેમાં તેણે 37.60ની સરેરાશથી 1617 રન બનાવ્યા છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer