એક કરતાં વધુ કોલેજમાં માન્યતા ધરાવતા પ્રાધ્યાપકની કોલેજ દંડાશે

સૌરાષ્ટ્ર યુનિ.ની એકેડેમિક કાઉન્સિલમાં નિર્ણય

રાજકોટ,તા. 6 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાઉન્સિલની મિટિંગ આજરોજ યોજાઈ હતી.

આજની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કુલ 49 એજન્ડાની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી તેમજ જે કોલેજોએ ચાલુ જોડાણ માટે અરજી કરેલ છે એવી 24 જેટલી કોલેજોને ચાલુ જોડાણ આપવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી અને સર્વાનુમતે જે કોલેજો ઓનલાઈન પોર્ટલ પર પોતાની તમામ વિગતો અને સ્ટાફ પ્રોફાઈલ સહિતની વિગતોની પૂર્તતા થવાની શરતે સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ અને જે કોલેજ પૂર્તતા કરે એના એનરોલમેન્ટ કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

આજની બેઠકમાં જે કોલેજોમાં અભ્યાસ કરાવતાં જે પ્રાધ્યાપકની શૈક્ષણિક માન્યતા એક કરતાં વધુ કોલેજમાં ચાલતી હશે એવા કિસ્સામાં જે તે અધ્યાપકની સંમતી મેળવી જવાબદાર કોલેજને રૂા. એક લાખનો દંડ તથા જોડાણ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

યુજીસીના યુજીસી ઓન એક્ઝામીનેશન એન્ડ એકેડેમિક કેલેન્ડર અંગેની બહાલીને આજની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતું.

આજની બેઠકમાં તબીબી વિદ્યાશાખાનું શૈક્ષણિક વર્ષ 2019-20ની વેકશન વ્યવસ્થાની બહાલી સર્વાનમતે મંજૂર કરવામાં આવેલ હતી.

યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓ પૈકી વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, ગ્રામ વિદ્યા, હોમ સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, પર્ફોમિંગ આર્ટસ સહિતના સ્નાતક-અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર-3-4ના અભ્યાક્રમોની બહાલીને સર્વાનુમતે આજની બેઠકમાં મંજૂર કરવામાં આવેલ હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer