તંત્ર વચ્ચેના સંકલનના અભાવે પાનની દુકાનો પર ગ્રાહકોની લાઇન લાગી

તંત્ર વચ્ચેના સંકલનના અભાવે પાનની દુકાનો પર ગ્રાહકોની લાઇન લાગી

ચા, પાન, તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકાશે તેવા મેસેજ વાયરલ થયા હતા

રાજકોટ, તા. 6:  કોરોના વાયરસની મહામારીની શરૂઆતથી સરકારી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. તંત્ર વચ્ચેના સંકલનના અભાવના કારણે પાનની દુકાનો પર લોકોની લાઇન લાગી હતી.

રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણ વધતા અને કેસની સંખ્યામાં વધારો થતાં જિલ્લા કલેકટર રમ્યા મોહને જિલ્લામાં ચા, પાનની દુકાનો પરથી માત્ર પાર્સલ આપી શકાશે તેવો હુકમ બહાર પાડયો હતો. હુકમની અમલવારી માત્ર રાજકોટ જિલ્લામાં રહેશે.મહાનગરમાં સમાવેશ થતાં રાજકોટ શહેર પર કલેકટર નહી પણ મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ થતો હોય તે અધિકારીઓ સારી રીતે જાણે છે. પણ તંત્ર વચ્ચેના સંકલનના અભાવે કલેકટર તંત્રે ચા, પાન, તમાકુ અંગેના જાહેરનામાની શહેરના મ્યુનિ. અને પોલીસ કમિશનર સહિતના અધિકારીને કોઇ જાણ કરાઇ હતી. બીજીતરફ મ્યુનિ. કમિશનર અગ્રવાલ પણ  શહેરમાં પણ ચા, પાન, તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકાશે તેવા મેસેજ વાયરલ થયા હતાં. તેના પગલે પાન, તમાકુના વિક્રેતાઓને ત્યાં ફરી લોકોની લાઇનો લાગી હતી. લોકડાઉન ખુલ્યુ તે સમયે પાન, તમાકુના હોલસેલના વેપારીઓને ત્યાં તમાકુ, સિગારેટ, બીડી વગેરે લેવા માટે જે રીતે લોકોની લાઇન લાગી હતી. તેવી લાઇન આજે ફરીની પાન, બીડીની દુકાનો પર લાગી હતી. રાજકોટ શહેરમાં કલેકટર, મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનરની ઓફિસો આવેલી છે. મહામારી કોરોનાની શરૂઆત થઇ અને એક પછી એક કોરોનાના કેસ વધતા જતાં હતાં. તે સમયે પણ કોરોનાના કેસ  શોધવા માટેની ટેસ્ટ કીટનું વિતરણ, કોરોનાના કેસ વિસ્તારમાં બંદોબસ્ત, કવોરન્ટાઇન કરવા સહિતની બાબતે તંત્ર વચ્ચે સંકલનનો અભાવ રહ્યો હતો. સંકલનના અભાવનો કેટલાય અધિકારીઓએ લાભ લીધાનું પણ બહાર આવ્યું છે. ત્યારે લોકોની મુશ્કેલી ઓછી થાય તેવી કાર્યવાહી કરવાના બદલે તંત્ર વચ્ચે બરાબર કોમ્યુનિકેશન હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થતો હોય તેવી સ્થિતિ સર્જાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer