વન ડેમાં સચિન સ્ટ્રાઇક કેમ ન લેતો ?

વન ડેમાં સચિન સ્ટ્રાઇક કેમ ન લેતો ?
રહસ્ય પરથી પરદો ઉંચકાવતો ગાંગુલી
નવી દિલ્હી, તા.6: વન ડે ક્રિકેટમાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ અનેક યાદગાર ભાગીદારીઓ કરી છે. 1996થી 2007 દરમિયાન આ જુગલ જોડીએ ઓપનિંગમાં 136 ઇનિંગમાં 6609 રન બનાવ્યા હતા. રનોના મામલે તેઓ દુનિયાની નંબર વન ઓપનિંગ જોડી છે.  આ જોડી વિશે હંમેશા એ વાત થતી રહે છે કે સચિન કયારે પણ ઇનિંગના પહેલા દડાનો સામનો કરતો ન હતો. તે ગાંગુલીને જ પહેલો દડો રમવાનો મોકો આપતો હતો. હવે ખુદ ગાંગુલીએ જ આના પરથી પરદો ઉઠાવ્યો છે. ગાંગુલીને એવો સવાલ થયો કે જયારે તમે વન ડેમાં ઇનિંગની શરૂઆત કરતા ત્યારે સચિનપાજી  આપને હંમેશા પહેલો દડો રમવાનું કહેતા હતા. આમ કેમ ? જેના પર ગાંગુલીએ કહ્યંy હા, એ સાચુ છે. સચિન પાસે તેનો  જવાબ પણ રહેતો. હું તેમને કહેતો કયારેક કયારેક તમે પણ પહેલો દડો રમો. મને હંમેશા કેમ પહેલો દડો રમવાનું કહો છો ? જવાબમાં પહેલા સચિન એમ કહેતો કે હું સારા ફોર્મમાં છું. આથી નોન સ્ટ્રાઇકર પર રહેવું જોઇએ.  જો તેઓ સારા ફોર્મમાં ન હોય તો જવાબ રહેતો કે હું નોન સ્ટ્રાઇકર પર બરાબર છું, આથી દબાણ ઓછું થશે. સારા અને ખરાબ ફોર્મ માટે સચિન પાસે એક જ જવાબ રહેતો હતો. એકાદ-બે વખત હું સીધો જ નોન સ્ટ્રાઇકર પર ઉભો રહી ગયો હતો અને સચિનને પહેલો દડો રમવા મજબૂર કર્યોં હતો. ગાંગુલીએ આ વાત આજે મયંક અગ્રવાલ સાથેના ઓનલાઇન કાર્યક્રમમાં કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer