મહામારીના વાંકે ઋઉઙમાં આવશે 4.5%નો ઘટાડો

મહામારીના વાંકે ઋઉઙમાં આવશે 4.5%નો ઘટાડો
નાણામંત્રાલયે સ્વિકારેલા અંદાજથી આર્થિક મોરચે ચિંતા
નવી દિલ્હી, તા.6: ચાલુ રાજકોષીય વર્ષે દેશની આર્થિક વૃદ્ધિ સંકોચાઈને 4ાા ટકાની રહેવાની ધારણા હોવાનું નાણાં મંત્રાલયે તેના મેક્રોઈકોનોમિક જૂન 2020ના રિપોર્ટમાં જણાવ્યું છે. એપ્રિલ ’20ની આગાહીની તુલનામાં જીડીપી આંકમાં 6.4 ટકા પોઈન્ટ નીચો ગયાનું રિપોર્ટ જણાવે છે. જીડીપીમાંની આ ઘટ કોવિડ-19 મહામારી વચાળે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ નીચી જવાના સમાન ધોરણે થઈ હોવાનુ મંત્રાલય નોંધે છે. ‘સંક્રમણ અને વિશ્વભરમાંના દેશોના મેક્રોઈકોનોમિક મંદીના કર્વ્ઝ સાથે સંકળાયેલી પ્રચંડ અનિશ્ચિતતા જોતાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક (જૂન 2020) રિપોર્ટમાં 2020મા નીચી ગયેલી સુધારેલી વૈશ્વિક વૃદ્ધિ (-) 4.9 ટકા ગણાવી છે, જે તેની એપ્રિલ 2020ની આગાહીથી 1.9 ટકા પોઈન્ટ નીચી છે.’ એમ મેક્રોઈકોનોમિક રીપોર્ટ જણાવે છે. વિશ્વના તમામ પ્રદેશો 2020માં નકારાત્મક વૃદ્ધિનો અનુભવ કરશે તેમ અંદાજવામાં આવે છે, આવું ઈતિહાસમાં પ્રથમવાર બની રહ્યું છે. વિકસિત અર્થતંત્રો 2020માં 8 ટકા જેટલું - એપ્રિલની આગાહી કરતા 1.9 ટકા પોઈન્ટ નીચું - સંકોચન પામે તેવો અંદાજ મુકાય છે. ઉભરતા અને વિકાસશીલ અર્થતંત્રોમાંની વૃદ્ધિ - 3.0 ટકાની રહેવા આગાહી છે, જે બે ટકા પોઈન્ટનો નીચે જતો સુધારો છે એમ રિપોર્ટ જણાવે છે. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસે જારી કરેલા કામચલાઉ અંદાજ મુજબ ભારતની ખરી જીડીપી વૃદ્ધિ, આગલા વર્ષે નોંધાયેલા 6.1 ટકાની તુલનાએ ’19 -’20માં 4.2 ટકાની હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer