ભારતની કોરોનાની રસીના માનવ પરીક્ષણને બહાલી

ભારતની કોરોનાની રસીના માનવ પરીક્ષણને બહાલી
 ‘કોવાક્સિન’રસીની ક્લિનિકલ ટ્રાયલ કરશે ભારત બાયોટેક
 
નવી દિલ્હી, તા. 30: ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ દેશમાં વિકસાવાયેલી કોવિડ-19 માટેની પ્રથમ સંભાવ્ય રસી નામે કોવાક્સિનના હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે બહાલી આપી દીધી છે.
ભારતીય ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઉપકરણો માટેની રાષ્ટ્રીય નિયમનકારી બોડી સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગનાઇઝેશને કોરોના માટેની રસી કોવાક્સિનની હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ્સ કરવા ભારત બાયોટેક ઇન્ડિયાને બહાલી આપી હતી.
કંપનીએ તેની યાદીમાં જણાવ્યું હતું કે કોવિડ-19 માટેની આ પ્રથમ ઘરેલુ રસી છે, જેણે બહાલી મેળવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) અને પૂણેની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)ના સહયોગથી કોવાક્સિન વિકસાવાઈ છે. ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. ક્રિષ્ણા એલ્લાએ જણાવ્યું હતું કે જુલાઈ દરમિયાન દેશભરમાં તેની ટ્રાયલ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યા પ્રમાણે ડીસીજીઆઈએ કોવાક્સિન માટે પ્રથમ અને દ્વિતીય તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટેની ભારત બાયોટેકની અરજીને બહાલી આપી છે.
રસીના સલામતી અને ઈમ્યુન પ્રતિસાદ દર્શાવતા પ્રી-ક્લિનિકલ સ્ટડીઝનાં પરિણામ કંપનીએ રજૂ કર્યા બાદ તેને મંજૂરી અપાયાનું ક્રિષ્ણાએ વધુમાં જણાવ્યું હતું. સાર્સ-સીઓ વી -2 સ્ટ્રેઇનને એનઆઈવીમાં આઇસોલેટ કરી ભારત બાયોટેકમાં તબદિલ કરાયું હતું. ઘરેલુ ઈનએક્ટિવેટેડ રસી હૈદરાબાદની જીનોમ વેલીમાંના ભારત બાયોટેકની બાયોસેફટી લેવલ 3 લેબમાં વિકસાવાઈ અને ઉત્પાદિત કરાઈ છે.
------------
કોરોના લડાઈ: રસીકરણ માટેની પૂર્વતૈયારીની સમીક્ષા કરતાં વડાપ્રધાન
ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વડાપ્રધાને કહ્યું, સૌથી વધુ જોખમ હોય તેમને સૌથી પહેલા રસી મળવી જોઈએ
નવીદિલ્હી,તા.30: દેશમાં જ્યારે પણ કોરોના વાયરસની રસી ઉપલબ્ધ બને ત્યારે તેને લોકોને આપવા માટેની તૈયારીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરવામાં આવી હતી.
વડાપ્રધાને અધિકારીઓને સમયસર અને કાર્યક્ષમ ઢબે રસીકરણ થઈ શકે તે માટેની વિભિન્ન ટેકનોલોજીનું આકલન કરવાનાં નિર્દેશો આપ્યા હતાં. આટલું જ નહીં ભારત જેવાં વિરાટ આબાદી ધરાવતા દેશમાં મહાકાય રસીકરણ કાર્યક્રમ માટે ઝીણવટભર્યુ આયોજન પણ આવશ્યક ગણાવ્યું હતું. આ સિવાય બેઠકમાં રસી વિકસિત કરવા માટે ભારત અને વિદેશમાં થઈ રહેલા પ્રયાસોની પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વડાપ્રધાન દ્વારા રસી વિતરણ માટે અત્યારથી જ સિદ્ધાંતો પણ આપવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલા જેમને સૌથી વધુ ખતરો હોય તેમને રસી મળવી જોઈએ. જેમાં ડૉક્ટર, નર્સ, સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના સામે લડતા અન્ય અગ્રિમ કોરોનાવીરો વગેરેને સૌથી પહેલા રસી મૂકાવી જોઈએ. આ ઉપરાંત રસીકરણમાં કોઈપણ પ્રકારનાં નિવાસ પ્રમાણપત્ર જેવી બાધ્યતા પણ નહીં હોય. આ રસી સસ્તી હોવા સાથે સૌ માટે સુલભ પણ હોવી જોઈએ.
રસી દુનિયામાં કોઈપણ દેશ બનાવે પણ તેમાં ભારતની અવગણના શક્ય નથી. કારણ કે રસીનાં વિતરણમાં ભારતની ભૂમિકા ચાવીરૂપ બનવાની છે. ભારતની રસી ઉત્પાદન ક્ષમતા વિશાળ છે અને દુનિયાભરમાં મશહૂર પણ છે. જેથી ભારત કદાચ રસી ન શોધી શકે તો પણ અન્ય દેશોની રસીમાં પણ ભારતનો અવાજ તો રહેવાનો છે.
------------
કોરોનાનાં ઈલાજમાં વપરાતી રેમડેસિવિરનો ભાવ નક્કી
નવીદિલ્હી,તા.30: દવાની કંપની ગિલિયડ સાયન્સીઝ ઈન્ક દ્વારા કોરોના વાયરસનાં ઈલાજમાં વપરાતી દવા રેમડેસિવિરનો દર નક્કી કરી દેવામાં આવ્યો છે. કંપનીએ અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં પાંચ દિવસનાં ઈલાજ માટે આ દવાની કિંમત આશરે 176700 રૂપિયા રાખ્યો છે. જે ભાવ સસ્તી દવાઓની સ્પર્ધાને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવ્યા છે.
 
ભચાઉના રાજકારણી મુકેશ કારિયા, હકુમતસિંહ જાડેજા, રાપરના અરવિંદસિંહ જાડેજા અને અંજારના ગીરીશ ઠક્કરને હથિયાર વેચ્યા હોવાનું બહાર આવ્યું છે. આ રીતે ચાવાળો ગૌરવ ઉર્ફે ચંદ્રપાલ ચૌધરી અમદાવાદથી કચ્છ, સૌરાષ્ટ્ર હથિયાર પહોંચાડવામાં મીડિયટર થયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer