સાવધાન સૌરાષ્ટ્ર: કોરોનાના વધુ 79 કેસ

સાવધાન સૌરાષ્ટ્ર: કોરોનાના વધુ 79 કેસ
જામનગર અને મોરબીમાં તબીબને કોરોના: દ્વારકામાં વૃધ્ધાનું, સાવરકુંડલાના વંડા ગામે આધેડનું મૃત્યુ
 (ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 30: સતત ચાર મહિના કરતા વધુ સમયથી સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર એકધારો રહ્યો છે. ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની ઋતુમાં પણ આ વાયરસ સંક્રમણ ફેલાવતો રહ્યો છે. આજરોજ રાજકોટ શહેરમાં વધુ 7, ધોરાજીમાં પ, ગોંડલમાં એક, ભાવનગરમાં ર4 કલાકમાં વધુ 10, જૂનાગઢમાં 13, બોટાદમાં 3 વ્યક્તિને કોરોના હોવાનો રિપોર્ટ જાહેર થયો હતો. જ્યારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં 78 વર્ષના કોરોનાગ્રસ્ત વૃધ્ધાનું મૃત્યુ નિપજ્યું હતું. જામનગરમાં 18 સાથે સૌરાષ્ટ્રમાં વધુ 79 કેસ નોંધાયા હતા.
રાજકોટ:  રાજકોટ શહેરમાં મવડી મેઈન રોડ પર જયસુખભાઈ સાંગાણી (ઉ.49), માયાણી ચોકમાં રસીલાબેન સગપરીયા (ઉ.પ0), અમીન માર્ગ કિંગ્સ હાઈટમાં નલીનીબેન ડઢાણીયા (ઉ.68), દૂધસાગર રોડ પર રતનબેન દવે (ઉ.60), નહેરૂનગર આમ્રપાલી પાસે રોશનબેન મીર (ઉ.પ0), રૈયા રોડ સોપાન હાઈટ્સમાં હસમુખભાઈ માણેક (ઉ. 68) અને કોઠારીયા રોડ પર જયાબેન સગપરીયા (ઉ.63) કોરોનાગ્રસ્ત થયા છે. એક સમયે ક્વોરન્ટાઈન એરીયામાં સીમિત રહેલો કોરોના હવે શહેરના વિવિધ વિસ્તારમાં વ્યાપી રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે.
જામનગર : આજે સાંજ સુધીમાં જામનગર શહેરમાં કોરોના વાયરસના 7 જ્યારે જિલ્લાના 3 કેસ પણ પોઝીટીવ આવ્યા છે. પવનચક્કી પાસે અંજલી ન્યુઝના ડેલામાં રહેતો 26 વર્ષનો યુવાન, રણજીતનગરમાં પાણીના ટાંકા પાસે રહેતા 74 વર્ષના બુઝર્ગ, ગુલાબનગર વિસ્તારમાં સત્યસાંઇનગર-2માં રહેતા 53 વર્ષના પુરૂષ, ખંભાળિયા નાકા બહાર રહેતો 45 વર્ષનો યુવાન, દિગ્વિજય પ્લોટ 63માં રહેતો 32 વર્ષનો યુવાન, જિલ્લા પંચાયતના એક સિનિયર ક્લાર્ક, ગોકુલધામ સોસાયટીમાં શ્રીજી હોલ-એમ્યુઝમેન્ટ પાર્ક પાસે રહેતા 56 વર્ષના પુરૂષ તેમજ કાલાવડમાં 14 વર્ષના એક બાળક, ધ્રોલમાં 40 વર્ષનો યુવાન અને બહાર ગામથી આવીને જામનગરની હોટેલ ગજાનનમાં ઉતરેલો 45 વર્ષના યુવાનના કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. ગુરુગોવિંદસિંહ હોસ્પિટલના 2પ વર્ષના તબીબ, 64 વર્ષના પુરુષ, 60 વર્ષના પુરુષ, 60 વર્ષના મહિલા, 6પ વર્ષના મહિલા, પ0 વર્ષના મહિલા, 72 વર્ષના વૃધ્ધા અને 60 વર્ષના પુરુષ મળી એક જ દિવસમાં 18 નવા કેસ થયા છે. આ તમામને સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ : છેલ્લા 28 દિ’માં 81 કેસ સાથે સોરઠમાં કોરોનાએ સેન્ચ્યુરી વટાવી છે અને જૂનાગઢના ત્રણ દર્દીઓનો ભોગ લેવાયો છે.
જૂનાગઢ જિલ્લામાં 2 મેના રોજ ભેંસાણ ખાતેથી કોરોનાએ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ એક માસમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યાર બાદ છેલ્લા 28 દિવસમાં 74 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાનો આંક 106એ પહોંચ્યો છે તેમાં બહારના જિલ્લાના 15નો સમાવેશ થાય છે.
જૂનાગઢમાં આજે 13 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં મધુરમની વૃંદાવન સોસાયટીના 67 વર્ષીય પુરૂષ, જોષીપરાના અશ્વિનીનગરમાં શ્યામ એપાર્ટમેન્ટના 50 વર્ષીય પુરૂષ, શ્રીનાથનગરની 29 વર્ષીય મહિલા, જોષીપરાના માધવ એપાર્ટમેન્ટના 62 વર્ષીય પુરૂષ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળની 21 વર્ષીય યુવતિ, 38, 50 અને 27 વર્ષના પુરુષ તેમજ માણાવદરની 24 વર્ષની મહિલા અને ભેંસાણના મેંદપરાના 3પ વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં 21 વર્ષીય પુરૂષ અને વિસાવદરનાં લીમધ્રામાં બે કેસ નોંધાયા છે. માણાવદરના બાટવા રોડ પર ચુનાની ભઠ્ઠી એરિયામાં રહેતા મયુરીબેનની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી છતાં કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે.
ખંભાળિયા : દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આહીર સિંહણ ગામે ગઈકાલે ખાનગી વાહનમાં એક જ પરિવારના 6 લોકો મુંબઈથી આવ્યા હતા. તેમાંથી ડાડુભાઈ હમીરભાઈ ચાવડાને શ્વાસ-ઉધરસની તકલીફ થતા તેમનો ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. આ સાથે જિલ્લાનો કુલ આંક ર4 પહોંચ્યો છે. જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈથી ખંભાળિયા આવેલા માતા શાંતાબેન અને પુત્ર રણજીતભાઈ ભોગાયતાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓ જામનગરમાં સારવાર હેઠળ હતા. તેમાંથી આજે માતા શાંતાબેન ભોગાયતા (ઉ.વ.78)નું મૃત્યુ થયું હતું. જ્યારે પુત્ર રણજીતભાઈ સ્વસ્થ થતા રજા અપાઈ હતી. દ્વારકા જિલ્લામાં કોરોનાને કારણે આ બીજું મૃત્યુ થયું હતું.
મોરબી: મોરબીમાં અવની ચોકડી વિસ્તારના રહેવાસી, રંગપર બેલા રોડ પર પ્રેક્ટિસ કરતા રપ વર્ષના ડોક્ટરને કોરોના થયો છે. તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ ઉપરાંત પુનીતનગરના 38 વર્ષના યુવાન અને કબીર ટેકરી વિસ્તારના 7પ વર્ષના વૃધ્ધને કોરોના જાહેર થયો છે.
ધોરાજી : ધોરાજીમાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવ પાંચ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. ધોરાજીના ખરાવાડ પ્લોટમાં 40 વર્ષીય પટેલ યુવાન, સ્ટેશન પ્લોટ વિસ્તારમાં 30 વર્ષીય યુવાન, બસ સ્ટેશન પાસે મંડાણવાળી શેરીમાં 46 વર્ષીય પટેલ મહિલા, જેતપુર રોડ, ગોકુલ પાનવાળી શેરીમાં 22 વર્ષીય પટેલ યુવતી અને બહારપુરા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.
ગોંડલ : ગોંડલ પંથકમાં જામવાડી રહેતા જયંતિભાઈ બચુભાઈ મકવાણા (ઉ.44)ને કોરોના પોઝીટીવ બહાર આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે તેમના માતા-પિતા સહિત ચાર વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરાયા હતાં.
ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજરોજ 10 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 257 થવા પામી છે. ભાવનગરના એશીયન પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા 1 વર્ષીય અરવિંદભાઈ ઇટાલીયા, પટેલ પાર્ક-1, કાળીયાબીડ ખાતે રહેતા 42 વર્ષીય ગીતાબેન ઇટાલીયા, ક્રિષ્ના સોસાયટી કાળીયાબીડ ખાતે રહેતા દંપતી 52 વર્ષીય અલ્કાબેન શેઠ અને 54 વર્ષીય ભુપતભાઈ શેઠ, કુંભારવાડા ખાતે રહેતા 67 વર્ષીય ઇસાભાઈ મગરેબી, ભાવનગરના નર્સિંગ હોસ્ટેલ ખાતે રહેતા 23 વર્ષીય શીતલ સોલંકી, મહુવાના ભાદ્રા ખાતે રહેતા 32 વર્ષીય રાજેશભાઈ સીસારા, શિહોરના એશીયન પાર્ક, કંસારા બજાર ખાતે રહેતા 45 વર્ષીય જયેશભાઈ કંસારા, વલભીપુરના ફુલવાડી ખાતે રહેતા 70 વર્ષીય ચમનભાઈ દલવાડીયા અને બુધેલ ગામ ખાતે રહેતા 46 વર્ષીય રમેશભાઈ મોરીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યારે આજરોજ 2 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં નોંધાયેલા 257 કેસ પૈકી હાલ 79 દર્દીઓ સારવાર હેઠળ છે.
બોટાદ : બોટાદમાં આજે નવા 3 કેસ નોધાયા હતાં. શહેરના મોટીવાડી વિસ્તાર 54 વર્ષના પુરૂષ મુસ્લિમ સોસાયટીમાં 45 વર્ષની મહિલા, અને 50 વર્ષના પુરૂષ કોરોના પોઝીટીવ આવ્યા હતાં. બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ 94 કેસ નોંધાયા છે. જેમાંથી 70 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે હાલ બોટાદમાં 21 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે જ્યારે અત્યાર સુધીમાં 3 દર્દીના મોત નિપજ્યા છે.
અમરેલી : અમરેલી જિલ્લામાં આજે કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા જેમાં સાવરકુંડલાના વંડા ગામના 51 વર્ષીય યુવાનનું આજે સાંજે ભાવનગર ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ યુવાનના મૃત્યુથી જિલ્લામાં કોરોનાથી મોતન આંકડો 7 પર પહોંચ્યો છે. અમરેલી જિલ્લામાં આજે સાવરકુંડલામાં 24 વર્ષીય યુવાન તેમજ સાવરકુંડલાનાં વંડા ગામના 51 વર્ષીય પુરૂષ અને ખાંભાના રાણીંગપરા ગામના 49 વર્ષીય પુરૂષના કોરોના રિપોર્ટ આજે પોઝિટીવ આવેલ હતાં જેમાં સાવરકુંડલાનાં વંડા ગામનાં 51 વર્ષીય પુરૂષનું ભાવનગર ખાતે કોરોના રિપોર્ટ આવ્યાના થોડી જ કલાકો બાદ મોત થયું હતું.
પોરબંદર : પોરબંદરની લેબમાં પોઝીટીવ આવ્યા બાદ જામનગર લેબમાં મોકલેલા 3 રિપોર્ટ પૈકી બે પોઝીટીવ આવી ગયા છે જ્યારે એકનો રિપોર્ટ આવવાનો બાકી છે તો તે સિવાયનો એક ટુકડા ગોસાનો યુવાન પોઝીટીવ આવતા કુલ 3 પોઝીટીવ કેસ નોંધાયા છે.
સુરતમાં રહેતો યુવાન તા. 27-6નાં રોજ રાણાવાવમાં લગ્ન પ્રસંગે તેના ભાઈને ત્યાં આવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
મહારાષ્ટ્રથી આવેલ કોસ્ટગાર્ડ કર્મચારી 27 વર્ષના યુવાનનો રિપોર્ટ પણ પોઝીટીવ જાહેર થયો હતો.
પોરબંદરના ટુકડા ગોસા ગામે રહેતા અને ઘણા વર્ષોથી સુરતમાં કુરીયરના વ્યવસાય સાથે સંકળાયેલો 43 વર્ષીય યુવાન બે દિવસ પૂર્વે આવ્યા બાદ તે પોઝીટીવ જાહેર થયો છે.
જ્યારે પોરબંદરના જ્યુબેલીમાં આવેલ મહારાજબાગ વિસ્તારના ચામુંડા પાર્કમાં રહેતો 23 વર્ષીય યુવાન પોરબંદરની લેબમાં કોરોના પોઝીટીવ જાહેર થયો હતો. તે રિપોર્ટ રીકન્ફર્મેશન માટે જામનગર મોકલવામાં આવ્યો છે જ્યાં  રિપોર્ટ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે.
ઉના : સુરતથી ગીર ગઢડાના ધોકડવા ગામે સંબંધીને ત્યાં વ્યક્તિ આવેલ હતો જેને સોમવારે રાત્રીના કોરોના પોઝીટીવ આવ્યો હતો. જો કે આ વ્યક્તિ ગત તા. 23 જૂનના રોજ ધોકડવા ગામે આવેલ અને હાલ તેઓ રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.
વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસનાં આજે 52 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2280 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે વધુ 2 મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે. આમ કુલ મૃત્યુઆંક 55 પર પહોંચ્યો છે. ભરૂચમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરેન્દ્રનગરમાં આંખના સર્જન સહિત 12ને કોરોના
સુરેન્દ્રનગરમાં રત્નદીપ સોસાયટીમાં આંખના 3પ વર્ષના સર્જન ડો. દુષ્યંતસિંહ હરપાલસિંહ ઝાલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતા કૃષ્ણનગર હાઉસીંગ વિસ્તારમાં રહેતા 44 વર્ષના ફરઝાનાબેન ખોખર, વિશ્વકુંજ સોસાયટીમાં રહેતા 46 વર્ષના કલ્પેશ ગાંધી અને લખતરના નાના અંકેવાળીયા ગામે 91 વર્ષના જેઠાભાઈ કોલદરાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે શહેરમાં 9, ધ્રાંગધ્રામાં 1 અને લખતરમાં 2 સહિત 12 નવા કેસ થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer