વેરાવળમાં બે જૂથ વચ્ચે મારામારી

વેરાવળ, તા.30: વેરાવળમાં સાઇબાબા મંદિર પાછળ ગોકુલનગરમાં રહેતા મનોજ ટેકચંદભાઇ સેવકાણી (ઉ.વ.ર6) તથા સુરેશ ખેમચંદભાઇ સેવકાણી (ઉ.વ.4પ)ના પરિવારો વચ્ચે ડોકયુમેન્ટ બાબતે મારામારી સર્જાયેલ હતી. આ મારા મારીના બનાવ અંગે મનોજભાઇ સેવકાણીએ ફરિયાદમાં જણાવેલ કે તેની પત્ની નિરાલીબેન સાથે મોટર સાઇકલમાં જઇ રહેલ તે વખતે ડારી રોડ ઉપર જય અંબે સોડા સેન્ટર નામની દુકાન ધરાવતા મારા બાપુજી તથા કાકાએ ડોકયુમેન્ટ બાબતે ટેકચંદ સેવકાણી, સુરેશ સેવકાણી, વિજય સેવકાણી, પ્રકાશ સેવકાણી, સંદીપ સેવકાણી સહિતનાએ માર મારેલ હોવાનું નોંધાવેલ જ્યારે સામે પક્ષે સુરેશ સેવકાણીએ ફરિયાદમાં જણાવેલ કે, મનોજ તથા તેની પત્ની નીરાલીબેન મોટર સાઇકલમાં દુકાને આવી અમારા ડોકયુમેન્ટ સંતાડી દીધેલ છે તે અમોને કેમ આપતા નથી. તેમ કહી મનોજ ટેકચંદ, નીરાલીબેન મનોજભાઇ, ધનવંતીબેન ટેકચંદ, જીલ હીતેષભાઇ સહિતનાએ બીભત્સ શબ્દો બોલી માર મારેલ હોવાનું નોંધાવેલ છે. પોલીસે બન્ને પક્ષની ફરિયાદોના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. રાજાભાઇ ચોપડાએ હાથ ધરેલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer