ગઢીયા ગામેથી ખનીજચોરી કરતા બે ઝડપાયા

બે ટ્રેકટર સહિત કુલ 5.17 લાખનો મુદ્દામાલ કબજે
બોટાદ, તા.30: રાણપુર તાલુકાના ગઢીયા ગામે ભાદર નદીના પટમાં રેતીચોરી થતી હોવાની બાતમીના આધારે બોટાદ એસ.ઓ.જી. પોલીસે બે ખનીજચોરોને ઝડપી પાડી બે ટ્રેકટર સહિત કુલ 5.17 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજચોરી અટકાવવા માટે એસઓજી પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. ગોસ્વામીને ગઢીયા ગામે ખનીજચોરો દ્વારા બેફામ રેતીચોરી કરી રહ્યા હોવાની બાતમી મળતા એચ.આર. ગોસ્વામીએ સ્ટાફ સાથે રાણપુર તાલુકાના ગઢીયા ગામે ભાદર નદીના પટમાં દરોડા પાડતા રેતીચોરી કરતા જીતુભાઇ છગનભાઇ સાટીયા અને દિપકભાઇ છેલાભાઇ મીરની અટકાયત કરી પૂછપરછ કરતા વિજયભાઇ ધરજીયા, ગોપાલભાઇ સાટીયા, પૃથ્વીભાઇ ધરજીયા અને અન્ય બે વ્યક્તિ સંડોવાયેલા હોવાની કબૂલાત આપતા તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે. ઉપરાંત પોલીસે બે ટ્રેકટર, ટ્રોલી, 6-ટન રેતી અને ત્રણ મોબાઇલ મળી કુલ 5.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer