IPLમાંથી ચીની કંપનીઓને દૂર કરવાની માગ ઉઠાવતા નેસ વાડિયા

IPLમાંથી ચીની કંપનીઓને દૂર કરવાની માગ ઉઠાવતા નેસ વાડિયા
મુંબઇ તા.30: કિંગ્સ ઇલેવન પંજાબ ફ્રેંચાઇઝીના સહમાલિક નેસ વાડિયાએ આઇપીએલમાંથી ચીની કંપનીઓને સ્પોન્સરશીપ ખતમ કરવાની માંગ કરી છે. લડાખમાં ચીની સેના સાથેના ઘર્ષણ બાદ દેશભરમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર થઇ રહ્યો છે. મોદી સરકારે પણ મોટાભાગની ચીની એપ બંધ કરી દીધી છે. હવે નેસ વાડિયાએ કહ્યંy છે કે દેશ પહેલા, પૈસા પછી, આથી આઇપીએલમાંથી ચીની કંપનીઓને દૂર કરો. બીસીસીઆઇ આ માટે કાર્યવાહી શરૂ કરે તેવી તેમણે માંગણી કરી છે. નેસ વાડિયાએ કહ્યંy છે કે આ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, ચીન પ્રીમિયર લીગ નથી. બીસીસીઆઇના દેશના પ્રાયજકો શોધવાનું શરૂ કરી દેવું જોઇએ. મારું માનવું છે કે આપણા દેશમાં પર્યાપ્ત પ્રયોજકો હાજર છે. આપણે દેશ અને સરકારનું સન્માન કરવું જોઇએ. સૌથી મહત્વનું એ છે કે આપણા માટે દેશના સૈનિકો તેમનો જીવ જોખમમાં મુકીને સરહદ પર ફરજ બજાવે છે. હાલ આઇપીએલની ટાઇટલ સ્પોન્સર તરીકે ચીની સ્માર્ટ ફોન કંપની વીવો છે. જેનો કરાર 2022 સુધી છે. તે બીસીસીઆઇને વર્ષે 440 કરોડ રૂપિયા ચૂકવે છે. આઇપીએલ સાથે જોડાયેલ અન્ય કંપની પેટીએમ, સ્વીગી અને ડ્રીમ ઇલેવનમાં ચીની કંપનીઓનું રોકાણ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer