રાજકોટ, તા.ર8 : ગેંડલ રોડ પર આવેલા રાજકમલ પેટ્રોલ પંપ પાસેના હિમાલયા કોમ્પલેકસમાં આવેલ જય રામનાથ સેલ્સ એજન્સી નામની પેઢીમાં એસઓજીના સ્ટાફે દરોડો પાડયો હતોઅને રાજેશ વલ્લભ ભેડા નામના દુકાનદાર પાસેથી પ080 પડીકીઓ મળી આવતા કબજે કરી હતી. આ પડીકીઓ એફએસએલમાં મોકલવામાં આવતા તેમાં ગાંજાના ઘટકો હોવાનો રીપોર્ટ આવતા મા.નગર પોલીસે રાજેશ વલ્લભ ભેડા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં રાજેશ ભેડાને માદક પદાર્થ યુકત પડીકી સપ્લાય કરનાર બે શખસોને પોલીસે ઝડપી લઈ રીમાન્ડ પર લીધા હતા અને બંને શખસોએ મુળ ઓરીસ્સાના અને હાલમાં શાપરમાં અમુલ ડેરી પાસે રહેતા રંજન ખીતીશચંદ્ર રાય નામના શખસ પાસેથી ખરીદી વેચી હોવાનું ખુલતા પોલીસે શાપરના રંજન ખીતીશચદ્ર રાય નામના શખસને ઝડપી લીધો હતો. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
માદક પદાર્થ યુકત પડીકી પ્રકરણમાં વધુ એક સપ્લાયર ઝડપાયો
