અરડોઇ ગામે છરીની અણીએ બે બહેનો પર દુષ્કર્મ !

કોટડાસાંગાણી પંથકની ઘટના: 5 મહિનાથી દુષ્કર્મ આચરનારા બન્ને નરાધમો કૌટુંબિક સગા !
કોટડાસાંગાણી, તા.28: કોટડાસાંગાણી પોલીસમાં અરડોઈની બે સગી બહેનો ઉપર છરીની અણીએ સતત પાંચ માસથી દુષ્કર્મ થતું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા તાલુકાભરમાં ભારે ચકચાર મચી  છે. બનાવ અંગે સીપીઆઈ કે. એન. રામાનુજ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રામોદ ગેંગરેપની ફરિયાદની શાહી પોલીસ ચોપડે હજુ  સુકાઈ નથી ત્યાં વધુ એક તાલુકાના અરડોઈ ગામની બે સગી બહેનો પર છરીની અણીએ દુષ્કર્મ થયું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
 બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી રૂત્વીક મહેશભાઈ ખંભાયતા રહે. સતાપર તા.કોટડાસાંગાણી અને  ભાવેશ ડાયાભાઈ ખંભાયતા રહે. નવાગામ રામપરા,  તા. કોટડાસાંગાણીવાળાઓ બંને કૌટુંબિક કાકા ભત્રીજાએ અરડોઈ ગામની બે સગી બહેનો પર છેલ્લા પાંચ મહીનાથી ભોગ બનનારના ઘરે રાત્રીના જઈ  નરાધમો છરીની અણીએ ધાકધમકી આપી દુષ્કર્મ ગુજારતા હતા.
જો યુવતીઓ કોઈ આનાકાની કરે તો તેમના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારતા હતા. ભોગ બનનાર યુવતીઓ પૈકી એક યુવતી સગીર હોઈ જે મામલે પોલીસે 376 (2એન) 506(2) 114 જીપીએક્ટ કલમ 135  તથા પોસ્કો એક્ટની કલમ 6 મુજબની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. 
આરોપીઓ ભોગ બનનારના દુરના સગા  થાય છે. તેઓના ઘરે છએક માસ પુર્વે ગયા ત્યારે યુવતીઓને જોઈ બંને નરાધમોની નજર બગડી હતી ત્યાર બાદ રાત્રીના તેમના ઘરે જઈ યુવતીઓને ધાક ધમકી આપી મોબાઈલ દઈ તેમની સાથે વાત કરવાની ફરજ પાડી ત્યાર બાદ તેઓના ઘરે જઈ અવારનવાર દુષ્કર્મ ગુજારતા હતા. હાલ તો પોલીસ દ્વારા ભોગ બનનારના મેડિકલ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે સીપીઆઈ કે. એન. રામાનુજ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer