ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના ત્રણ સભ્ય દબોચાયા : દિલ્હીમાં હુમલાની હતી સાજીશ

ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના ત્રણ સભ્ય દબોચાયા : દિલ્હીમાં હુમલાની હતી સાજીશ
અમુક નેતાઓ પણ ત્રણેય શખસના નિશાને હોવાનો ઘટસ્ફોટ
નવી દિલ્હી, તા. 28: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટ (કેએલએફ) માટે કામ કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ શખસો દિલ્હીમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. સાથે અમુક નેતાઓની હત્યા કરવાની પણ યોજના હતી. ડીસીપી સંજીવ યાદવની ટીમે મોહિંદર પાલ, ગુરતેજ સિંહ અને લવપ્રિતને દબોચી લીધા છે. ટેકનિકલ ઇન્ટેલિજન્સથી શહેરમાં ત્રણેયની ગતિવિધિ અંગે જાણકારી મળી હતી. પોલીસને સૌથી પહેલી સફળતા 15 જુનના મળી હતી જ્યારે મોહિંદરની એક પિસ્તોલ અને કારતૂસ સાથે ધરપકડ થઈ હતી. પૂછપરછ બાદ બાકીના બે શખસ પણ દબોચી લેવામાં આવ્યા હતા.  ડીસીપી સંજીવ યાદવના કહેવા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા ત્રણે શખસ આઈએસઆઈના હેન્ડલર ગોપાલસિંહ ચાવલાના સંપર્કમાં હતા. તેઓના નિશાને રામ રહીમનો એક અનુયાયી અને અમૃતસરમાં શિવસેનાના એક નેતા હતા. ગુરતેજને નારાયણ સિંહ ચૌરાએ 2019માં કેએલએફ સાથે જોડયો હતો. બાદમાં યુવાનોને લાલચ આપીને ખાલિસ્તાની આંદોલનથી જોડવાનું શરૂ કરી દીધું હતું. તેણે લવપ્રીત અને અન્ય પાંચને પણ સાથે રાખ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer