હૈદરાબાદમાં 1 જુલાઇથી નેશનલ બેડમિન્ટન કેમ્પ

હૈદરાબાદમાં 1 જુલાઇથી નેશનલ બેડમિન્ટન કેમ્પ
હૈદરાબાદ, તા.28: ભારતીય બેડમિન્ટન એસો. હૈદરાબાદમાં પ્રેકટીસ કેમ્પ શરૂ કરવાની યોજના બનાવી રહ્યંy છે. જો તેને રાજય સરકારી મંજૂરી મળી જશે તો તા. 1 જુલાઇથી આ કેમ્પ શરૂ થશે. જેમાં દેશના ટોચના શટલર પીવી સિંધુ, સાઇના નેહવાલ અને કે. શ્રીકાંત સહિતના ખેલાડીઓ ભાગ લેશે. ભારતીય બેડમિન્ટન એસો. દ્વારા કોરોના મહામારીને લીધે 27 એપ્રિલથી 3 મે વચ્ચે રમાનાર નેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટ પણ અગાઉ સ્થગિત કરી દીધી હતી.
ઇંગ્લેન્ડમાં રમાનાર આ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડના ફક્ત 12 પત્રકારને જ સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી મળશે. દરેક મેચ પહેલા તેમનો કોવિડ-19 ટેસ્ટ થશે. ખાસ વાત એ રહેશે કે મેચ કવર કરી રહેલા મીડિયાકર્મીએ પીપીઇ કિટ પહેરવી ફરજિયાત રહેશે. પ્રેસ બોક્સના બદલે તેમને અલગ અલગ કોર્પોરેટ બોક્સમાં બેસડાવામાં આવશે. જેમને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી અપાઈ છે તેમાં બ્રિટનના ટોચના 8 નેશનલ ન્યૂઝ પેપર, પ્રેસ એસોસિયેશન, એએફપી, ક્રિકઇન્ફો અને ઇવનિંગ સ્ટાન્ડર્ડ છે. ટીવી ચેનલના કોમેન્ટેટરો અને ટેકનિકલ ટીમના સભ્યોએ એસઓપીનું સખત પાલન કરવાનું રહેશે. આ વખતે પાકિસ્તાનથી એક પણ પત્રકાર કવરેજ માટે જવાના નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer